લીઓ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ફટાકડા અને વસ્ત્રોનું વિતરણ કરાયું
પોરબંદર, 20 ઓક્ટોબર (હિ.સ.): લીઓ ક્લબ પોરબંદર અને લીઓ પર્લ દ્વારા બાળકોમાં સંસ્કારનું સિંચન થાય એ હેતુથી ઝૂંપડ પટ્ટી વિસ્તારમાં જરૂરિયાત મંદોના બાળકોને ફટાકડા અને વસ્ત્રનું વિતરણ કર્યું હતું. દિવાળીએ દિવડા પ્રગટાવવાનો તહેવાર છે. અંધારું હોય ત્યાં દ
લીઓ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ફટાકડા અને વસ્ત્રોનું વિતરણ કરાયું .


લીઓ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ફટાકડા અને વસ્ત્રોનું વિતરણ કરાયું .


લીઓ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ફટાકડા અને વસ્ત્રોનું વિતરણ કરાયું .


લીઓ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ફટાકડા અને વસ્ત્રોનું વિતરણ કરાયું .


પોરબંદર, 20 ઓક્ટોબર (હિ.સ.): લીઓ ક્લબ પોરબંદર અને લીઓ પર્લ દ્વારા બાળકોમાં સંસ્કારનું સિંચન થાય એ હેતુથી ઝૂંપડ પટ્ટી વિસ્તારમાં જરૂરિયાત મંદોના બાળકોને ફટાકડા અને વસ્ત્રનું વિતરણ કર્યું હતું. દિવાળીએ દિવડા પ્રગટાવવાનો તહેવાર છે. અંધારું હોય ત્યાં દીપ પ્રગટાવી ને અંધારું દૂર કરવાનો તહેવાર છે. આપણી અંદર દીપક પ્રગટાવી ને આપણે આપણી આસપાસ અજવાળું કરી લોકો ને રોશની આપીએ.

લીઓ કબ ક્લબ પોરબંદર અને લીઓ પર્લ દ્વારા બાળકોમાં સંસ્કારનું સિંચન થાય એ હેતુથી બાળકો દ્વારા ઝૂંપડ પટ્ટી વિસ્તારમાં જરૂરિયાત મંદોના બાળકોને ફટાકડા અને વસ્ત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં લીઓ કબ કલબ પ્રેસિડેન્ટ પાર્થી મોઢવાડીયા, શ્લોક દત્તાણી, તેમજ લીઓ પૂર્વ બુચ અને ટીમ સાથે રહ્યા હતા. દિવાળીનો ઉત્સવ આપણે બધા ધામ ધૂમ થી ઉજવીએ તો સ્લમ એરિયાના લોકો એમ ને એમ ન રહી જાય તે હેતુ થી અને બાળકોને સારા સંસ્કાર મળે તે હેતુથી આ પ્રોજેક્ટ કરાયો હતો. આવા સેવા ના કાર્યો માટે લાયન્સ ક્લબ પોરબંદર અને તેની શાખાઓ લીઓ ક્લબ પોરબંદર પ્લસ અને લીઓ કબ કલબ પોરબંદર હંમેશા તત્પર રહે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande