અમદાવાદના બાપુનગરમાં કાળીચૌદશે શ્રી સવાયા હનુમાનજી મંદિરમાં મહાઆરતી,ભક્તોએ કરી પૂજા
અમદાવાદ, 20 ઓકટોબર (હિ.સ.): દિવાળીના તહેવારોની શરૂઆત વાકબારસ થી થાય છે. ગઇકાલે કાળીચૌદશની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. કાળી ચૌદશને નરક ચતુર્દશી અને રૂપચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ શ્રી સવાયા હનુમાનજી મંદિરમાં
અમદાવાદના બાપુનગરમાં કાળીચૌદશે શ્રી સવાયા હનુમાનજી મંદિરમાં મહાઆરતી,ભક્તોએ કરી પૂજા


અમદાવાદ, 20 ઓકટોબર (હિ.સ.): દિવાળીના તહેવારોની શરૂઆત વાકબારસ થી થાય છે. ગઇકાલે કાળીચૌદશની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. કાળી ચૌદશને નરક ચતુર્દશી અને રૂપચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ શ્રી સવાયા હનુમાનજી મંદિરમાં કાળીચૌદશે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આજુબાજુના એપાર્ટમેન્ટ અને સોસાયટીઓના રહેવાસીઓએ ભક્તોએ કરી પૂજા કરી હતી. દિવાળીના તહેવારોની શરૂઆત કેટલાક પ્રદેશોમાં એકાદશીથી થાય છે, જ્યારે કેટલાકમાં ધનતેરસથી. દિવાળીના મુખ્ય તહેવારોમાં કાળી ચૌદશનો સમાવેશ થાય છે.કાળી ચૌદશને નરક ચતુર્દશી અને રૂપચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના રાક્ષસનો વધ કરીને પ્રજાને તેના ત્રાસમાંથી મુક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande