મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ‘વોકલ ફોર લોકલ’ની પ્રેરણાદાયી પહેલ — દિવાળીમાં સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદીથી સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન
મહેસાણા, 20 ઓક્ટોબર (હિ.સ.) દિવાળીના પાવન પર્વ નિમિત્તે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના સંદેશને સાર્થક કરતી અનોખી પહેલ કરી છે. તેઓ પોતાના પરિવાર સાથે વિસનગરના બજારમાં પહોંચ્યા હતા અને ત્યાં સ્થાનિક કારીગર
મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ‘વોકલ ફોર લોકલ’ની પ્રેરણાદાયી પહેલ — દિવાળીમાં સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદીથી સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન

મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ‘વોકલ ફોર લોકલ’ની પ્રેરણાદાયી પહેલ — દિવાળીમાં સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદીથી સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન

મહેસાણા, 20 ઓક્ટોબર (હિ.સ.) દિવાળીના પાવન પર્વ નિમિત્તે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના સંદેશને સાર્થક કરતી અનોખી પહેલ કરી છે. તેઓ પોતાના પરિવાર સાથે વિસનગરના બજારમાં પહોંચ્યા હતા અને ત્યાં સ્થાનિક કારીગરો તથા વેપારીઓ દ્વારા મહેનતથી તૈયાર કરાયેલી સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી હતી.

મંત્રી ઋષિકેશ પટેલે ખાસ કરીને પરંપરાગત દીવા, શણગારની વસ્તુઓ અને હસ્તકલા ઉત્પાદનોની ખરીદી કરીને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, “દિવાળીના તહેવારમાં આપણે સૌએ વિદેશી ચીજવસ્તુઓને બદલે સ્થાનિક ઉત્પાદકોની મહેનતને માન આપવી જોઈએ. આપણી નાની ખરીદી પણ આપણા ભાઈ-બહેનોની રોજીરોટી અને તેમની કળાને બળ આપી શકે છે.”

મંત્રીની આ પહેલ માત્ર સ્વદેશી ઉત્પાદનોના પ્રચાર પૂરતી નથી, પરંતુ સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવાનો સંદેશ પણ આપે છે. તેમની આ પ્રેરણાદાયી કામગીરીથી વેપારીઓ અને કારીગરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande