અમદાવાદમાં કાળીચૌદસની રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં અનૈતિક સંબંધની શંકાએ ખૂની ખેલ
અમદાવાદ, 20 ઓકટોબર (હિ,સ,): દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયા એમાં કાળીચૌદસની રાત રાજકોટમાં નજીવી બાબતે ટ્રિપલ મર્ડરથી રક્તરંજિત થઈ ત્યારે અમદાવાદમાં પણ કાળીચૌદસની રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં ગોપાલ નામના એક યુવકની ઘાતકી હત્યા થઈ છે. અનૈતિક સંબંધોની શંકા ર
અમદાવાદમાં કાળીચૌદસની રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં અનૈતિક સંબંધની શંકાએ ખૂની ખેલ


અમદાવાદ, 20 ઓકટોબર (હિ,સ,): દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયા એમાં કાળીચૌદસની રાત રાજકોટમાં નજીવી બાબતે ટ્રિપલ મર્ડરથી રક્તરંજિત થઈ ત્યારે અમદાવાદમાં પણ કાળીચૌદસની રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં ગોપાલ નામના એક યુવકની ઘાતકી હત્યા થઈ છે. અનૈતિક સંબંધોની શંકા રાખીને યુવકની હત્યા કરાઈ હોવાનું પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે. ઘરમાં પત્નીને પરપુરૂષ સાથે જોઈ જતા વિનોદ મલ્હા નામના શખસે છરીના બે ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે મૃતકના એક મહિના પછી લગ્ન હતા.

ગોપાલ મણીનગર ખાતે કેએફસીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈકાલે ગોપાલની વિનોદ મલ્હા નામના યુવકે ઘાતકી હત્યા કરી નાખી હતી. ગોપાલ જ્યા નોકરી કરે છે ત્યાં અમરાઈવાડી વિસ્તારમાં રહેતી નેહા મલ્હા પણ નોકરી કરે છે. ગોપાલ અને નેહા સારા મિત્રો હતા જેના કારણે વિનોદના મનમાં અનેક શંકા ઉભી થઈ હતી.

દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો હોવાથી ગોપાલ નેહાને મળવા માટે તેના ઘરે ગયો હતો. નેહા અને વિનોદ અમરાઈવાડી વિસ્તારમાં આવેલા આદર્શ એપાર્ટમેન્ટમાં રહે છે. નેહા અને ગોપાલ બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે એકાએક વિનોદ આવી ગયો હતો. પત્નીને પરપુરૂષ સાથે જોતાની સાથે જ વિનોદ ગુસ્સે ભરાયો હતો. વિનોદે કોઈપણ ચર્ચા કર્યા વગર ગોપાલ સાથે મારઝૂડ કરવાની શરૂ કરી દીધી હતી. નેહાએ વિનોદને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે એટલો ગુસ્સામાં હતો કે તેણે કંટ્રોલ કરવો મુશ્કેલ હતો. વિનોદ પત્નીને પરપુરૂષ સાથે જોતાની સાથે જ આવેશમાં આવી ગયો હતો અને તરતજ દોડીને રસોડામાંથી છરી લઈને આવી ગયો હતો. ગોપાલ કઈ વિચાર કરે તે પહેલા વિનોદે તેના ઉપર છરીના ઘા ઝીંકી દીધા હતા.

નેહાએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ્યારે વિનોદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગોપાલને ગળામાં તેમજ પીઠ પર છરીના ઘા વાગતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. નેહાએ એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી, પરંતુ તેમને પણ ગોપાલને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ અમરાઈવાડી પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ગોપાલની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જ્યારે તેની બહેન મોનીકાની ફરિયાદના આધારે વિનોદ મલ્હા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande