પાટણના વેપારીઓએ પરંપરાગત ચોપડા પૂજનથી વિધિવત પૂજન કર્યું
પાટણ, 20 ઓક્ટોબર (હિ.સ.)દિવાળીના પાવન પર્વ નિમિત્તે પાટણના વેપારીઓએ વર્ષો જૂની પરંપરા જાળવી રાખતાં ચોપડાનું વિધિવત પૂજન કર્યું હતું. શહેરની વિવિધ પેઢીઓના વેપારીઓએ શુભ મુહૂર્તમાં હિસાબી ચોપડા ખરીદ્યા અને મંત્રોચ્ચાર સાથે પૂજનવિધિ કરી. કેટલાક વેપારીઓ
પાટણના વેપારીઓએ પરંપરાગત ચોપડા પૂજનથી વિધિવત પૂજન કર્યું


પાટણ, 20 ઓક્ટોબર (હિ.સ.)દિવાળીના પાવન પર્વ નિમિત્તે પાટણના વેપારીઓએ વર્ષો જૂની પરંપરા જાળવી રાખતાં ચોપડાનું વિધિવત પૂજન કર્યું હતું. શહેરની વિવિધ પેઢીઓના વેપારીઓએ શુભ મુહૂર્તમાં હિસાબી ચોપડા ખરીદ્યા અને મંત્રોચ્ચાર સાથે પૂજનવિધિ કરી. કેટલાક વેપારીઓએ આધુનિકતાનું સ્વીકાર કરતા ચોપડાની સાથે કમ્પ્યુટરનું પણ પૂજન કર્યું હતું.

દિવાળીના દિવસે શહેરની ચોપડાની દુકાનોમાં સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી. વેપારીઓ પોતાની જરૂરિયાત મુજબના હિસાબી ચોપડા ખરીદવા માટે ઉમટી પડ્યા હતા. નાના-મોટા વેપારીઓએ પોતાની પેઢી પર વિધિપૂર્વક પૂજન કરીને નવા વર્ષની શરૂઆત ધંધા-રોજગારના સંકલ્પ સાથે કરી હતી.

આધુનિક આઈટી યુગમાં જ્યારે મોટાભાગના હિસાબો ડિજિટલ રીતે થાય છે, ત્યારે પણ પાટણના વેપારીઓએ હાથથી હિસાબ લખવાની પરંપરાને જીવંત રાખી છે. તેઓ આ પરંપરાને માત્ર ધાર્મિક રીતિગત વિધિ તરીકે નહીં, પણ સમૃદ્ધિ અને શુભ પ્રતીક માનીને ઉજવે છે. ચોપડા પૂજન પાછળ વ્યાપારી સમાજની શ્રદ્ધા અને સંસ્કૃતિ સ્પષ્ટપણે ઝલકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande