સાવરકુંડલામાં લિફ્ટના બહાને લૂંટ — છ અજાણ્યા શખ્સોએ યુવક પાસેથી રોકડ અને મોબાઈલ કરી કબજે
અમરેલી, 20 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં લિફ્ટના બહાને લૂંટની સનસનાટીભરી ઘટના સામે આવી છે. વિજપડીથી ડેડાણ માર્ગ પર એક યુવકને છ જેટલા અજાણ્યા શખ્સોએ લિફ્ટ આપવાના બહાને રોકી લૂંટ ચલાવી હતી. મીતીયાળા ગામના રહેવાસી અને સેન્ટિંગ
સાવરકુંડલામાં લિફ્ટના બહાને લૂંટ — છ અજાણ્યા શખ્સોએ યુવક પાસેથી રોકડ અને મોબાઈલ કરી કબજે


અમરેલી, 20 ઓક્ટોબર (હિ.સ.)

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં લિફ્ટના બહાને લૂંટની સનસનાટીભરી ઘટના સામે આવી છે. વિજપડીથી ડેડાણ માર્ગ પર એક યુવકને છ જેટલા અજાણ્યા શખ્સોએ લિફ્ટ આપવાના બહાને રોકી લૂંટ ચલાવી હતી.

મીતીયાળા ગામના રહેવાસી અને સેન્ટિંગ કામ કરતા સિકંદરભાઈ રહીમભાઈ સૈયદ (ઉંમર ૩૫) દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ, શનિવારની સાંજે તે કામ પૂરું કરીને પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન માર્ગમાં એક વાહન રોકી છ અજાણ્યા ઈસમોએ લિફ્ટ આપવાની વાત કરી, બાદમાં તેમને ઝપાઝપી કરી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧૫,૫૦૦ની મત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા.

ઘટના બાદ સિકંદરભાઈએ તરત જ સાવરકુંડલા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ઘટનાએ સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે અને લિફ્ટના બહાને લૂંટની વધતી ઘટનાઓ સામે પોલીસની પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે. પોલીસ તંત્રે આરોપીઓને ઝડપવા માટે ટીમો રચી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande