અમદાવાદ,20 ઓકટોબર (હિ.સ.) દિવાળીના તહેવારોમાં ચોરીનું પ્રમાણ વધી જે છે અમદાવાદના જુહાપુરામાં આવેલા ઈલેક્ટ્રીક શો-રૂમમાં ઘુસીને તસ્કરોએ 20 લાખ રૂપિયાની ચોરી કરી છે. દુકાનની ઉપરની છતના પતરાના નટબોલ્ટ ખોલીને ચોર દુકાનમાં આવ્યો હતો.દુકાનના કેશ કાઉન્ટર દાનપેટીની કુલ 20.30 લાખ ચોરી કરી નાસી ગયો છે.આઠ દિવસથી ધંધામાં જે રકમ આવતી હતી તેને કેશ કાઉન્ટરમાં મુકવામાં આવી હતી. કેશ કાઉન્ટરમાં વીસ લાખ રૂપિયા રોકડા હતા.દરમિયાનમાં શો-રૂમમાં કેશિયર તરીકે કામ કરતા અસ્લમના માસા પણ આવી ગયા હતા, જેને ધંધાના રૂપિયા ક્યા ગયા છે તેમ પૂછ્યુ હતું. કેશિયરે જવાબ આપ્યો હતો કે ધંધાના તમામ રૂપિયા મોડીરાતે બીજા કેશ કાઉન્ટરમાં મુકીને ઘરે ગયો હતો.
અસ્લમે તરતજ બીજી કેશ કાઉન્ટર ખોલીને જોયુ તો રૂપિયા ગાયબ હતા,29 લાખ રૂપિયા ચોરાયા હોવાથી અસ્લમના પગ નીચથી જમીન સરકી ગઈ હતી.આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
જુહાપુરામાં આવેલા ગુલપોસ પાર્ક સોસાયટીમાં રહેતા અસ્લમ પરમારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ચોરીની ફરિયાદ કરી છે. અસ્લમ પરમાર સંયુત પરિવારમાં રહે છે. જુહારપુરા સરખેજ રોડ પર આવેલી ગુજરાત ફ્રીજના નામે ઈલેક્ટોનીક્સ ચીજવસ્તુઓ વેચવાનો ધંધો કરે છે. અસ્લમના શો-રૂમમાં મહિલા અને પૂરૂષ થઈને 14 કર્મચારીઓ નોકરી કરે છે. શો-રૂમ સવારે દસ વાગે ખુલે છે અને રાતે નવ વાગે બંધ થાય છે. અસ્લમના શો-રૂમમાં કેશિયરનુ કામ તેના માસા ઈરફાન પરમાર સંભાળે છે.
શનિવારની સાંજે અસ્લમ પરમાર પોતાના કામ માટે નરોડા ખાતે ગયો હતો. તે સમયે શો-રૂમમાં અસ્લમનો ભાઈ એઝાજ હતો. નરોડાથી આવવામાં મોડું થઈ જતા શો-રૂમ રાબેતા મુજબ બંધ કરી દેવાયો હતો અને કર્મચારી નફીસ ચાવીને અસ્લમના ઘરે આપી ગયો હતો.સવારે રાબેતા મુજબ અસ્લમે શો-રૂમ ખોલી દીધો હતો. જ્યારે બીજા પણ કર્મચારીઓ પણ આવી ગયા હતા. સવારે શો-રૂમની સાફસફાઈ થઈ રહી હતી વકફ કમિટીની દાનપેટી તૂટેલી જોઈ હતી.કર્મચારીએ અસ્લમને જઈને કહ્યુ હતું કે દાનપેટી તૂટેલી છે અને તેમાંથી રકમ ગાયબ છે.
અસ્લમને શંકા જતા તેમને કેશ કાઉન્ટર ખોલ્યું તો ડ્રોઅરમાં રહેલા રૂપિયા પણ ગાયબ હતા.
અસ્લમે શો-રૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતાની સાથે જ સામે આવ્યુ હતું કે મોડીરાતે એક ચોર છતથી નીચે આવ્યો હતો અને ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. અસ્લમે તરતજ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો. જેથી પોલીસની ટીમ તરતજ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. સીસીટીવી ફુટેજના આધારે વેજલપુર પોલીસ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ