જામનગર, 20 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લામાં દરિયાઈ માછીમારીની જુની ફીશીંગ બોટને નવી ફીશીંગ બોટ બતાવીને સાડા છ વર્ષમાં 30 બોટનું રજીસ્ટ્રેશનનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે અને બોટ માલિકો સહિત 34 સામે ગુનો નોંધીને ધરપકડ માટેની તજવીજ હાથ ધરતા માછીમારી બોટ માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જામનગર જિલ્લાના બેડી, રસુલનગર, સચાણા, સિક્કાના દરિયા કીનારેથી દરીયામાં માછીમારી કરવા જતી જુની બોટમાંથી નવી બોટ તરીકે દર્શાવીને રજીસ્ટ્રેશન કરાવીને બોટનું લાયસન્સ મેળવવાના ચાલતા કૌભાંડનું એસઓજીએ ચેકીંગ હાથ ધર્યુ હતું.
જેમાં ગત તા.18,2,2017 થી તા.17,9,2023 સુધીના સાડા છ વર્ષ કરતા વધુ સમય ગાળા દરમિયાન ફીશીંગ બોટના 30 માલિકોએ પોતાની ફિશીંગ બોટના નવી ખરીદ કરેલના ખોટા બીલ અરોપી અનવર અજીજભાઈ ગાધ, ઇસાફ ઇબ્રાહીમભાઈ માણેક અને અખ્તર ઈબ્રાહીમભાઈ માણેકએ આરોપી તરુણ સવાઈલાલ રાજપુરા પાસેથી મંગાવી હતી.
બાદમાં જુની ફિશીંગ બોટના રજીસ્ટ્રી સર્ટીફીકેટ (કોલ)ના હોય તેવી ફિશીંગ બોટને રીબીલ્ટ (સુધારા વધારા) દર્શાવી ફીશરીઝ વિભાગ જામનગર ખાત ઓનલાઈન સબમિશન કરી જુની ફિશીંગ બોટને નવી બનેલ બોટ તરીકે દર્શાવી હતી.
30 રજીસ્ટ્રી સર્ટીફીકેટ (કોલ) તથા બોટનું લાયસન્સ મેળવીને ગુનો કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી એસઓજીએ 30 ફીશીંગ બોટના માલિકો તેમજ 3 વચેટીયા અને બીલ બનાવી આપનાર 1 સહિત 34 સામે બેડી મરીન પોલીસ સ્ટેશન ગુનો નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, એસઓજીએ કરેલા કૌભાંડના પદાફાર્શમાં માત્ર વર્ષ 2023 સુધીનું જ છે. તપાસમાં હજુપણ છેલ્લા બે વર્ષમાં જુની બોટોને નવી દર્શાવીને કરાવેલા રજિસ્ટ્રેશનમાં બહાર આવે તેમ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
એસપીએ ગુનાની તપાસ SOG ને સોંપીજુની ફીશીંગ બોટને નવી દર્શાવીને ઓનલાઈન રજીસ્ટ્રેનનો એસઓજીએ પર્દાફાશ કરીને 30 ફીશીંગ બોટના માલીક સામે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં એસઓજીએ ગુનો નોંધાવ્યો છે.
આ ગુનાની ગંભીરતા ધ્યાને લઈને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ તપાસ એસઓજીને સોંપવામાં આવી છે. હવે આગામી દિવસોમાં તપાસમાં નવા ફણગા ફૂટે છે કે કેમ તે જોવાનું રહ્યું. હાલ એસઓજીએ આ ગુનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt