સુરત, 20 ઓક્ટોબર (હિ.સ.)-દિવાળી પર્વના અવસરે સમગ્ર સુરત શહેરમાં રંગોળી બનાવવા નો ઉત્સાહ ચરમસીમાએ છે. એ જ ઉત્સવમાં શહેરની શ્રુતિ ચંદ્રકિશોર ઝંવરે એક વિશિષ્ટ અને સંદેશસભર રંગોળી બનાવી સૌનું ધ્યાન ખેંચ્યું છે.
શ્રુતિ ઝંવર ની રંગોળીમાં વર્ષ 2025માં બનેલી ભારતની ત્રણ ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ઘટનાઓ — મહાકુંભ, ઑપરેશન સિંદૂર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ —નું અદભુત દર્શન કરાવાયું છે.
આ કૃતિ માત્ર સૌંદર્યનું પ્રતિક નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રપ્રેમની ભાવનાનું જીવંત પ્રતિબિંબ પણ છે.
શ્રુતિ ઝંવરે જણાવ્યું કે તેમણે આ રંગોળી દ્વારા ભારતની વૈવિધ્યતા, પરંપરા અને દેશભક્તિની ભાવનાને એક સાથે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. દિવાળી પર્વના આ અવસરે તેમની આ રંગોળી સુરતવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે