મચ્છીની બોધીના ચાલકે અકસ્માત સર્જી યુવતીને ઇજા પહોંચાડી
પોરબંદર, 20 ઓક્ટોબર (હિ.સ.): તરસાઈથી પોરબંદર એક યુવતી તેની બહેન સાથે પોરબંદર આવતી હતી તે દરમિયાન ધરમપુર પાટિયા પાસે GJ 25 હોટેલ પાસે તે પહોંચી ત્યારે સામેથી મચ્છીની બોધીનો એક ટાટા આઈસર રોન્ગ સાઈડમાં પૂર ઝડપે આવી રહ્યો હતો જેણે અકસ્માત સજર્યો હતો. આ
મચ્છીની બોધીના ચાલકે અકસ્માત સર્જી યુવતીને ઇજા પહોંચાડી


પોરબંદર, 20 ઓક્ટોબર (હિ.સ.): તરસાઈથી પોરબંદર એક યુવતી તેની બહેન સાથે પોરબંદર આવતી હતી તે દરમિયાન ધરમપુર પાટિયા પાસે GJ 25 હોટેલ પાસે તે પહોંચી ત્યારે સામેથી મચ્છીની બોધીનો એક ટાટા આઈસર રોન્ગ સાઈડમાં પૂર ઝડપે આવી રહ્યો હતો જેણે અકસ્માત સજર્યો હતો. આ અકસ્માતમાં એક્ટિવ ચલાવતી રાધિકા નકુમ અને તેની પાછળ બેસેલી તેની બહેન પાયલ ફંગોળાઈ ગયા હતા. અકસ્માત સર્જી આઈસરનો ચાલક તેનું વાહન મૂકી નાસી છૂટ્યો હતો. આ બને બહેનો ઈજાગ્રસ્ત બનતા તેઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે રાધિકા નકુમે આ મામલે મચ્છીની બોધી આઇસરના ચાલક વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ફરિયાદ દાખલ કરાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande