પાટણમાં દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીનો આનંદ
પાટણ, 20 ઓક્ટોબર (હિ.સ.) બુધવારથી નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પાટણ શહેર આખું દિવાળીના ઉજાસમાં ઝગમગી ઉઠ્યું છે. સવારથી જ શહેરના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિરોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા હતા અને બાળોએ રંગોળી બનાવી
પાટણમાં દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીનો આનંદ


પાટણ, 20 ઓક્ટોબર (હિ.સ.) બુધવારથી નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પાટણ શહેર આખું દિવાળીના ઉજાસમાં ઝગમગી ઉઠ્યું છે. સવારથી જ શહેરના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિરોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા હતા અને બાળોએ રંગોળી બનાવી પર્વની ઉજવણી કરી હતી. વધેલા ઉત્સાહને લીધે વહેલી સવારથી જ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

દિવાળી પર્વ નિમિત્તે શારદાપૂજન અને ચોપડા પૂજનનું વિશેષ મહત્વ હોય છે. પાટણના વેપારીઓએ શુભ મુહૂર્તમાં નવા ચોપડાની ખરીદી કરી હતી. દોશીવટ બજારમાં છોકડી, ખડી, કિત્તો, ધરી, ગોઠડીઓ અને લાલ મરજી જેવી સામગ્રીનું ધૂમ વેચાણ થયું હતું. શ્યાહી સનાનીની પણ ભારે ખરીદી થઈ હતી, જેને લઈ ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી. પરંપરા જાળવવા માટે સ્ટેશનરીની પણ સારી ખરીદી થઈ હતી.

આ વર્ષે બજારમાં રંગબેરંગી મેરમેરૈયાની વિશેષ ઝલક જોવા મળી હતી. જોકે, મેરમેરૈયા બનાવવા માટે ઉપયોગી વરખડાનાં ઝાડની ડાળીઓ ઓછા પ્રમાણમાં મળતાં વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વેપારીઓએ તેના સ્વરૂપમાં થોડો ફેરફાર કરીને તેમાંથી પરંપરાગત મેરમેરૈયા તૈયાર કર્યા અને વેચ્યા. દિવાળીની રોનક ફરી વહાલું પાટણ શહેર ખુશીની લાગણીઓથી ન્હાયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande