સાવરકુંડલામાં, બે દિવસીય આપણી અસ્મિતાના ઓવારાણા નાવલી ઉત્સવ કાર્યક્રમનો શુભારંભ
- ગુજરાત સરકારના ઉર્જા અને કાયદા, વિભાગના રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાનું સન્માન ​- ગુજરાતના ખ્યાતનામ લોકગાયકો રાજ ગઢવી, અપેક્ષા પંડ્યા, અને કિશન રાદડિયા જેવા ધુરંધરોએ પોતાની કલાથી ચાર ચાંદ લગાવ્યા હતા. - સાવરકુંડલાનું આત્મીય ગૌરવ એટલે નાવલીનો ગોંર
સાવરકુંડલામાં બે દિવસીય આપણી અસ્મિતાના ઓવારાણા નાવલી ઉત્સવ કાર્યક્રમનો શુભારંભ


સાવરકુંડલામાં બે દિવસીય આપણી અસ્મિતાના ઓવારાણા નાવલી ઉત્સવ કાર્યક્રમનો શુભારંભ


- ગુજરાત સરકારના ઉર્જા અને કાયદા, વિભાગના રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાનું સન્માન

​- ગુજરાતના ખ્યાતનામ લોકગાયકો રાજ ગઢવી, અપેક્ષા પંડ્યા, અને કિશન રાદડિયા જેવા ધુરંધરોએ પોતાની કલાથી ચાર ચાંદ લગાવ્યા હતા.

- સાવરકુંડલાનું આત્મીય ગૌરવ એટલે નાવલીનો ગોંરવશાળી ઈતિહાસ:- કસવાલા

સાવરકુંડલા,20 ઓકટોબર (હિ.સ.) સાવરકુંડલા ખાતે ગૌરવશાળી પરંપરાને ઉજાગર કરતો ઐતિહાસિક બે દિવસીય આપણી અસ્મિતાના ઓવારાણા નાવલી ઉત્સવ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં રાજકીય મહાનુભાવો, સંતો-મહંતો અને કલા જગતના ધુરંધરોની ઉપસ્થિતિથી એક અનોખો માહોલ સર્જાયો હતો.

આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના ઊર્જા અને કાયદા વિભાગના રાજ્ય મંત્રી

કૌશિક વેકરીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય મહેશ કસવાલા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, અને ધારાસભ્ય જનક તળાવીયા સહિત અનેક સાધુ-સંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ લોકગાયકો રાજ ગઢવી, અપેક્ષા પંડ્યા અને કિશન રાદડિયા જેવા ધુરંધર કલાકારોએ જેવા ધુરંધરોએ પોતાની કલાથી ચાર ચાંદ લગાવ્યા હતા.

આ ભવ્ય ઉત્સવ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર, અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને સાવરકુંડલા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સફળતાપૂર્વક ઉજવાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande