પોરબંદર, 20 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર શહેરમા દિવાળીના તહેવારમા વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
પોરબંદર શહેરના વાડી પ્લોટ વિસ્તારમાંથી જીગર પ્રહલાદ ઓઝા નામનો શખ્સ પસાર થઈ રહ્યો હતો તે દરમ્યાન પોલીસે શંકાના આધારે રોકીને તલાશી લેતા તેમના કબ્જામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-02 કિંમત રૂ. 2600 નો મુદામાલ મળી આવતા તેમની સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમા ગુન્હો નોંધવામા આવ્યો હતો અન્ય એક બનાવામા આદિત્યાણા ગામે મામા દેવ મંદિર રોડ પરથી પસાર થતા પરપ્રાંતિય શખ્સ સુરેન્દરસિં ખુમાનસિંહ ચુડાસમા નામના શખ્સને રાણાવાવ પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ-03 કિંમત રૂ. 3900ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો અને તેમની સામે પ્રોહિબીશન હેઠળ ગુન્હો નોંધવામા આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya