
વડોદરા, 20 ઓક્ટોબર (હિ.સ.)- વડોદરા મડળના મંડળ રેલવે મેનેજર શ્રી રાજૂ ભડકેના કુશળ માર્ગદર્શન અને સિનિયર મંડળ કોમર્શિયલ મેનેજરના નેતૃત્વમાં વાણિજ્ય વિભાગની ટિકિટ તપાસ ટીમ દ્વારા 18 ઓક્ટોબર, 2025 ના રોજ ઘનિષ્ઠ ટિકિટ તપાસ આયોજિત કરવામાં આવી,
જેમાં દિવાળી/છઠ સ્પેશિયલ વગેરે ટ્રેનોમાં ઘનિષ્ઠ તપાસ કરીને મંડળ દ્વારા કોઈ એક દિવસમાં સૌથી વધુ ટિકિટ તપાસ આવક રૂ. 16 લાખ 27 હજાર પ્રાપ્ત કરવામાં આવી. આ વડોદરા મંડળ દ્વારા ટિકિટ તપાસ ઈતિહાસમાં એક નવો રેકોર્ડ છે.
આ દરમિયાન કુલ 2223 અનિયમિત યાત્રાના, કેસ નોંધવામાં આવ્યા. સદર ઘનિષ્ઠ તપાસ આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે