પંજાબમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, રોકેટ-સંચાલિત ગ્રેનેડ સાથે બેની ધરપકડ
ચંદીગઢ, નવી દિલ્હી, 21 ઓક્ટોબર (હિ.સ.): પંજાબ પોલીસે અમૃતસરમાં એક મોટા ગુનાહિત કાવતરાને નિષ્ફળ બનાવ્યું, બે યુવાનોની ધરપકડ કરી અને રોકેટ-સંચાલિત ગ્રેનેડ (આરપીજી) જપ્ત કર્યો. પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે મંગળવારે જણાવ્યું હતું કે, કેન્દ્રીય એજન્સીઓ
પંજાબ પોલીસે આરપીજી જપ્ત કર્યો


ચંદીગઢ, નવી દિલ્હી, 21 ઓક્ટોબર (હિ.સ.): પંજાબ પોલીસે અમૃતસરમાં એક મોટા ગુનાહિત કાવતરાને નિષ્ફળ બનાવ્યું, બે યુવાનોની ધરપકડ કરી અને રોકેટ-સંચાલિત ગ્રેનેડ (આરપીજી) જપ્ત કર્યો.

પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે મંગળવારે જણાવ્યું હતું કે, કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને હાથ ધરવામાં આવેલા ગુપ્તચર ઓપરેશન બાદ બે શંકાસ્પદ આતંકવાદીઓ, મહકદીપ સિંહ ઉર્ફે મહક અને આદિત્ય ઉર્ફે આધીની અમૃતસરમાં ધરપકડ કરવામાં આવી હતી. ડીજીપી એ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ બંને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, આઈએસઆઈ ના એક ઓપરેટિવના સંપર્કમાં હતા, જેણે તેમને ખતરનાક હથિયાર પૂરું પાડ્યું હતું. તેમનો સંપર્ક ફિરોઝપુર જેલમાં બંધ હરપ્રીત સિંહ ઉર્ફે વિકી સાથે પણ હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા આરપીજી નો ઉપયોગ પાકિસ્તાની હેન્ડલરોના ઈશારે આયોજિત આતંકવાદી હુમલામાં થવાનો હતો. અમૃતસરના ઘરિંદા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે, અને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે તપાસ ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande