નવી દિલ્હી, 22 ઓક્ટોબર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, દિવાળીની શુભેચ્છાઓ બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો. તેમણે આશા વ્યક્ત કરી કે બે મહાન લોકશાહી (ભારત અને અમેરિકા) વિશ્વ માટે આશાનું કિરણ બની રહેશે અને બંને દેશો તેના તમામ સ્વરૂપોમાં આતંકવાદ સામે એકતામાં રહેશે.
પ્રધાનમંત્રી મોદીએ, આજે સવારે એક્સ-પોસ્ટ દ્વારા આ લાગણીઓ વ્યક્ત કરી. તેમણે લખ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, તમારા ફોન કોલ અને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર. પ્રકાશના આ તહેવાર પર, આપણી બે મહાન લોકશાહી વિશ્વ માટે આશાનું કિરણ બતાવતી રહે અને તેના તમામ સ્વરૂપોમાં આતંકવાદ સામે એકતામાં રહે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ