નેપાળમાં એવરેસ્ટ બેઝ કેમ્પ નજીક હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટ સુરક્ષિત
કાઠમંડુ, 29 ઓક્ટોબર (હિ.સ.) : નેપાળમાં સાગરમાથા એવરેસ્ટ બેઝ કેમ્પ નજીક સોલુખુમ્બુના લોબુચેમાં આજે સવારે અલ્ટીટ્યુડ એરનું હેલિકોપ્ટર ક્રેશ થયું. પાયલોટ સુરક્ષિત છે, સોલુખુમ્બુના નાયબ પોલીસ અધિક્ષક મનોજિત કુંવરે પુષ્ટિ આપી. નાયબ પોલીસ અધિક્ષક કુંવરે
નેપાળમાં એવરેસ્ટ બેઝ કેમ્પ નજીક હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટ સુરક્ષિત


કાઠમંડુ, 29 ઓક્ટોબર (હિ.સ.) : નેપાળમાં સાગરમાથા એવરેસ્ટ બેઝ કેમ્પ નજીક સોલુખુમ્બુના લોબુચેમાં આજે સવારે અલ્ટીટ્યુડ એરનું હેલિકોપ્ટર ક્રેશ થયું. પાયલોટ સુરક્ષિત છે, સોલુખુમ્બુના નાયબ પોલીસ અધિક્ષક મનોજિત કુંવરે પુષ્ટિ આપી.

નાયબ પોલીસ અધિક્ષક કુંવરે જણાવ્યું હતું કે હેલિકોપ્ટરમાં ફક્ત પાયલોટ વિવેક ખડકા જ સવાર હતા. તેઓ સુરક્ષિત છે. હેલિકોપ્ટર એક પ્રવાસીને બચાવવા ગયું હતું અને લેન્ડિંગ દરમિયાન બરફ પર લપસી પડતાં ક્રેશ થયું.

હિન્દુસ્થાન સમાચાર/પંકજ દાસ/ મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande