સિનિયર મહિલા હોકી ઇન્ટર-ડિપાર્ટમેન્ટલ નેશનલ ચેમ્પિયનશિપ: ફાઇનલમાં રેલવે પ્રમોશન બોર્ડનો સામનો ઇન્ડિયન ઓઇલ સાથે
- સેમિફાઇનલ 1: રેલવે સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને 3-1થી હરાવ્યું - સેમિફાઇનલ 2: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ - મહિલાઓએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસને 8-0થી હરાવ્યું નવી દિલ્હી, 03 ઓક્ટોબર (હિ.સ.): દિલ્હીના શિવાજી
સિનિયર મહિલા હોકી ઇન્ટર-ડિપાર્ટમેન્ટલ નેશનલ ચેમ્પિયનશિપ ફાઇનલમાં રેલવે પ્રમોશન બોર્ડનો સામનો ઇન્ડિયન ઓઇલ સાથે


- સેમિફાઇનલ 1: રેલવે સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને 3-1થી હરાવ્યું

- સેમિફાઇનલ 2: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ - મહિલાઓએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસને 8-0થી હરાવ્યું

નવી દિલ્હી, 03 ઓક્ટોબર (હિ.સ.): દિલ્હીના શિવાજી સ્ટેડિયમ ખાતે યોજાઈ રહેલી 5મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા ઇન્ટર-ડિપાર્ટમેન્ટલ નેશનલ ચેમ્પિયનશિપ 2025 હવે તેના ફાઇનલની નજીક છે. રેલવે સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે આજે રમાયેલી તેમની સેમિફાઇનલ મેચ જીતીને ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.

પ્રથમ સેમિફાઇનલમાં રેલવે સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને 3-1થી હરાવ્યું. લાલરેમસિયામી (7'), નવનીત કૌર (39'), અને વંદના કટારિયા (50') એ રેલ્વે માટે શાનદાર ગોલ કર્યા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા માટે ગરલંકા વરહલમ્મા (53') એ એકમાત્ર ગોલ કર્યો.

બીજા સેમિફાઇનલમાં, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ - મહિલા ટીમે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસને 8-0 ના વ્યાપક માર્જિનથી હરાવ્યું. વિજેતા ટીમ માટે રાજવિંદર કૌર (12', 43') એ બે ગોલ કર્યા, જ્યારે કેપ્ટન ઉદિતા (40'), મુમતાઝ ખાન (49'), શર્મિલા દેવી (52'), જ્યોતિ (56'), સીમા (58') અને સુમન દેવી ટીએચ (60') એ એક-એક ગોલ કરીને ટીમનો વિજય સુનિશ્ચિત કર્યો.

શનિવારે સવારે 10 વાગ્યે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ ત્રીજા સ્થાન માટે ટકરાશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે ફાઇનલમાં ટાઇટલ માટે રેલવે સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ સાથે ટકરાશે.

હિન્દુસ્થાન સમાચાર/સુનિલ દુબે/પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande