પ્રધાનમંત્રી મોદી આજે અને કાલે ગુજરાતમાં,પહેલા કેવડિયાની મુલાકાત લેશે
નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અને કાલે (30 અને 31 ઓક્ટોબર) ગુજરાતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે અને સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150મી જન્મજયંતિ પર શ્રદ્ધા
પ્રધાનમંત્રી મોદી આજે અને કાલે ગુજરાતમાં,પહેલા કેવડિયાની મુલાકાત લેશે


નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અને કાલે (30 અને 31 ઓક્ટોબર) ગુજરાતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે અને સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપશે. પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) અનુસાર, તેઓ તેમની મુલાકાતના પહેલા તબક્કામાં આજે કેવડિયા પહોંચશે.

પીએમઓ અનુસાર, પ્રધાનમંત્રી મોદી કેવડિયાના એકતા નગરમાં ઈ-બસને લીલી ઝંડી આપશે અને આશરે ₹1,140 કરોડના વિવિધ વિકાસ અને માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સાંજે, પ્રધાનમંત્રી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી (રાજપીપળા), હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ (ફેઝ 1), વામન વૃક્ષ વાટિકા, સપ્તપુરા પ્રોટેક્શન વોલ, ઈ-બસ ચાર્જિંગ ડેપો અને 25 ઇલેક્ટ્રિક બસો, નર્મદા ઘાટ એક્સટેન્શન અને સ્માર્ટ બસ સ્ટોપ્સ (ફેઝ 2) જેવા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.

તેઓ ભારતના રોયલ કિંગડમ્સ મ્યુઝિયમ, વીર બાલક ઉદ્યાન, રમતગમત સંકુલ, રેઈન ફોરેસ્ટ પ્રોજેક્ટ અને ટ્રાવેલેટર જેવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી માટે ₹150 નો એક ખાસ સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડશે.

બીજા દિવસે, 31 ઓક્ટોબરે, પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. તેઓ એકતા દિવસની પ્રતિજ્ઞા પણ લેશે અને પરેડનું નિરીક્ષણ કરશે. આ વર્ષની એકતા દિવસની પરેડમાં વિવિધતામાં એકતા થીમ પર આધારિત 10 ટેબ્લોનો સમાવેશ થશે.

ત્યારબાદ પ્રધાનમંત્રી આરંભ 7.0 કાર્યક્રમના સમાપન સમારોહમાં 100મા ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આ વર્ષે, આરંભનો થીમ રીઇમેજિનિંગ ગવર્નન્સ છે. આ કોર્ષમાં 16 ભારતીય સિવિલ સર્વિસીસ અને ત્રણ ભૂટાની સિવિલ સર્વિસીસના કુલ 660 તાલીમાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર/મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande