ઉજ્જૈન, નવી દિલ્હી, ૦5 ઓક્ટોબર (હિ.સ.)
ભારતીય ક્રિકેટ ટીમના વરિષ્ઠ ખેલાડી શિખર ધવને, રવિવારે સવારે મધ્યપ્રદેશના
ઉજ્જૈનમાં શ્રી મહાકાલેશ્વર મંદિરમાં આયોજિત ભસ્મ આરતીમાં ભાગ લીધો અને ભગવાન
મહાકાલેશ્વરના આશીર્વાદ મેળવ્યા. આ પ્રસંગે, શ્રી મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપન સમિતિ વતી સહાયક પ્રશાસક
આશિષ ફલવાડિયા દ્વારા તેમનું ઔપચારિક સન્માન કરવામાં આવ્યું.
શિખર ધવને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે,” તેઓ આજે અભિભૂત
થયા છે.” તેમણે કહ્યું કે,” બાબા મહાકાલે તેમના આશીર્વાદને કારણે, આજે તેમની
કારકિર્દીને આ સ્તરે પહોંચાડી છે. જ્યારે પણ તેઓ ઈચ્છે છે, ત્યારે બાબા
મહાકાલ તેમને બોલાવી લે છે.”
હિન્દુસ્થાન સમાચાર / લલિત જ્વેલ / મુકેશ તોમર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ