ભારત સામેની વન ડે શ્રેણી માટે, ઓસ્ટ્રેલિયાની ટીમમાં મિશેલ સ્ટાર્કનો વાપસી
મેલબોર્ન, નવી દિલ્હી, ૦7 ઓક્ટોબર (હિ.સ.) ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક 19 ઓક્ટોબરથી, પર્થમાં શરૂ થનારી ભારત સામેની ત્રણ મેચની વન ડેશ્રેણી માટે ટીમમાં વાપસી કરી રહ્યા છે. ઈજામાંથી સ્વસ્થ થયા બાદ સ્ટાર્ક, મેથ્યુ શો
મેચ


મેલબોર્ન, નવી દિલ્હી, ૦7 ઓક્ટોબર (હિ.સ.)

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક 19 ઓક્ટોબરથી, પર્થમાં શરૂ થનારી ભારત સામેની ત્રણ મેચની વન

ડેશ્રેણી માટે

ટીમમાં વાપસી કરી રહ્યા છે. ઈજામાંથી સ્વસ્થ થયા બાદ સ્ટાર્ક, મેથ્યુ શોર્ટ અને

મિશેલ ઓવેન સાથે, 15 સભ્યોની ટીમમાં

સામેલ કરવામાં આવ્યા છે. મેથ્યુ રેનશોનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, અને મિશેલ માર્શ

ટીમનું નેતૃત્વ ચાલુ રાખશે.

આગામી પુરુષોના ટી-20 વર્લ્ડ કપ 2026 ની તૈયારીઓના ભાગ રૂપે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 29 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી રમાનારી, પાંચ મેચની ટી-20 શ્રેણીની પ્રથમ

બે મેચ માટે પણ ટીમની જાહેરાત કરી છે.

ચાલુ સિઝનમાં સ્ટાર્કનું આ પ્રથમ કાર્ય હશે. આ ઉનાળાની એશિઝ

શ્રેણી માટે તેની ફિટનેસ અને વર્કલોડનું સંચાલન કરવા માટે તેણે દક્ષિણ આફ્રિકા

પ્રવાસમાંથી વિરામ લીધો હતો. નોંધનીય છે કે, સ્ટાર્ક પહેલાથી જ ટી-20 આંતરરાષ્ટ્રીય

ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે.

કેટલાક ખેલાડીઓને વન ડેટીમમાંથી બહાર

કરવામાં આવ્યા છે.જેમાં માર્નસ લાબુશેન, સીન એબોટ, એરોન હાર્ડી અને મેથ્યુ કુહનેમેનનો સમાવેશ થાય છે, જેઓ ઓગસ્ટમાં

દક્ષિણ આફ્રિકા સામેના છેલ્લા વન ડેપ્રવાસમાં ટીમનો ભાગ હતા.

ઓસ્ટ્રેલિયા વન ડેટીમ: મિશેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, કેમેરન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મિશેલ ઓવેન, મેથ્યુ રેનશો, મેથ્યુ શોર્ટ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા.

ઓસ્ટ્રેલિયા ટી-20 ટીમ (પ્રથમ બે મેચ): મિશેલ માર્શ (કેપ્ટન), સીન એબોટ, ઝેવિયર બાર્ટલેટ, ટિમ ડેવિડ, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મેથ્યુ કુનેમેન, મિશેલ ઓવેન, મેથ્યુ શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝમ્પા.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande