પેરિસ, નવી દિલ્હી,૦7 ઓક્ટોબર (હિ.સ.) ફ્રાન્સ ફૂટબોલ
ટીમના કોચ ડિડિએર ડેશોમ્પ્સ સોમવારે જણાવ્યું હતું કે, “કેપ્ટન કિલિયન એમબાપે,
આગામી 2026 ફિફા વર્લ્ડ કપ
ક્વોલિફાયર માટે ટીમ કેમ્પમાં જોડાશે, ત્યારે તેમના જમણા પગની ઘૂંટીની તપાસ
કરવામાં આવશે.”
શનિવારે વિલારિયલ સામે રીઅલ મેડ્રિડની 3-1થી જીત દરમિયાન
એમબાપેને ઈજા થઈ હતી. આનાથી ફ્રાન્સ - અઝરબૈજાન અને આઇસલેન્ડ માટેના આગામી
ક્વોલિફાયરમાં તેમની ભાગીદારી અંગે શંકા ઉભી થઈ છે.
ડેશોમ્પ્સ કહ્યું, મેં કિલિયન સાથે વાત કરી છે. તેને થોડી સમસ્યા
છે, પરંતુ તે ગંભીર
નથી,નહીં તો, તે અહીં ન હોત.
અમે તબીબી સ્ટાફ સાથે મળીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીશું અને જોઈશું કે તે કેવી
રીતે વિકસે છે. મારી પાસે હાલમાં કોઈ વધુ માહિતી નથી, કારણ કે ખેલાડીઓ સાંજે 4 વાગ્યા (1400 GMT) ની આસપાસ પહોંચશે, ત્યારબાદ અમે
સામાન્ય પ્રક્રિયા મુજબ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીશું.
ડેશોમ્પ્સ એ પણ ખુલાસો કર્યો કે,” લિવરપૂલના ડિફેન્ડર
ઇબ્રાહીમા કોનાટે, જે શનિવારે
ચેલ્સી સામે 2-1થી થયેલા
પરાજયમાં ઈજાગ્રસ્ત થયા હતા, તેમની પણ તપાસ કરવામાં આવશે.”
લે બ્લુ હાલમાં તેમના ક્વોલિફાઇંગ ગ્રુપ ટેબલમાં ટોચ પર છે.જેણે અત્યાર સુધી
બંને મેચ જીતી છે. ફ્રાન્સનો આગામી મુકાબલો શુક્રવારે, પેરિસ સેન્ટ-જર્મનના પાર્ક
ડેસ પ્રિન્સેસ સ્ટેડિયમમાં અઝરબૈજાન સામે છે.ત્યારબાદ ત્રણ
દિવસ પછી આઇસલેન્ડ સામે છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ