બેંગલુરુ (કર્ણાટક), નવી દિલ્હી, 8 ઓક્ટોબર (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વરિષ્ઠ પ્રચારક અને ભૂતપૂર્વ વિધાન પરિષદ સભ્ય પ્રો. કે. નરહરિ (93)નું આજે સવારે અવસાન થયું. વય સંબંધિત બીમારીઓથી પીડાતા પ્રો. નરહરિએ સવારે લગભગ 4:30 વાગ્યે અહીં તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા.
પ્રો. નરહરિએ ઘણા દાયકાઓ સુધી આરએસએસના વિવિધ સંગઠનોમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમણે આરએસએસ માટે પ્રાદેશિક કાર્યકર, રાષ્ટ્રીય અખિલ ભારતીય મહાસંઘના પ્રમુખ અને ધ માઈથિક સોસાયટીના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. કટોકટી દરમિયાન તેમણે લોકશાહી અધિકારો માટે લડત આપી હતી અને જેલમાં પણ ગયા હતા. આરએસએસ અને બીજેપીના ઘણા નેતાઓએ, પ્રો. નરહરિના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ