મુંબઈ, નવી દિલ્હી, 8 ઓક્ટોબર (હિ.સ.). ડ્રગ ટ્રાફિકિંગ કેસના સંદર્ભમાં બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ની ટીમે મુંબઈમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઈડી દ્વારા દરોડાની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.
ઈડી ના સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે, ઈડી ની ટીમે ડ્રગ ટ્રાફિકિંગ કરનાર ફૈઝલ જાવેદ શેખ અને તેના સહયોગી આલ્ફિયા ફૈઝલ શેખ અને અન્ય ટ્રાફિકર્સ સાથે જોડાયેલા આઠ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. કથિત ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્કમાં મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), 2002 ની જોગવાઈઓ હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા.
ઈડી ના સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીના દરોડામાં જાણવા મળ્યું છે કે, ડ્રગ ટ્રાફિકર ફૈઝલ જાવેદ શેખ તેના સપ્લાયર, સલીમ ડોલા, એક કુખ્યાત ડ્રગ કિંગપીન, જે ઘણા સમયથી અનેક કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા વોન્ટેડ છે, દ્વારા મોટા પ્રમાણમાં સિન્થેટિક ડ્રગ એમડી (મેફેડ્રોન) ખરીદી રહ્યો હતો. જોકે, ઈડી એ આ સંદર્ભમાં સત્તાવાર માહિતી આપી નથી.
હિન્દુસ્થાન સમાચાર / રાજ બહાદુર યાદવ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ