જામનગર, 9 ઓક્ટોબર (હિ.સ.) વિશ્વ અને ભવ્ય ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર જામનગરની ધન્યવંતી ધરતી પર 12 ઓકટોબર ના રોજ એક એવો પ્રસંગ થવા જઇ રહ્યો છે જેનાથી જામનગરની કીર્તિમાં વધારો થશે.આજથી 350 વર્ષ પહેલાં એક જૈન સાધુ મહારાજ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ ખૂબ વિદ્વાન... એમણે ભરસભામાં વાદ-વિવાદ કર્યો હતો. વાદ-વિવાદ એટે શાસ્ત્રમાં કહેલી વાતોથી સાચી વાત સિધ્ધ કરવી. આ જૈન મુનિએ સંસ્કૃતમાં વાદ-વિવાદ કર્યો. જાણવા લાયક વાત હવે શરૂ થાય છે. આ યશોવિજયજી મહારાજે ભર સભાને કહ્યું, જુઓ... હું આ વિવાદ શરૂ કરૂં છું. આપને બધાને સ્પષ્ટ પણ અક્ષરોનો હું ઉપયોગ નહીં કરૂં..! પ-ફ-બ-ભ-મ આ પાંચ અક્ષરો જ્યારે બોલય છે ત્યારે હોઠ એકબીજાને અડે છે. મારા નીચેના હોઠ પર સિંદુર લગાવું છું.જો એક હોઠ બીજાને અડશે તો હું મારી હાર સ્વિકારીશ.. કેવી પ્રતિજ્ઞા... કેવો નિર્ણય... ઘણા સમય સુધી સંસ્કૃતમાં વાદ-વિવાદ થયો... વિદ્વાન પંડિતોની વચ્ચે...!! છેલ્લે ઉપાધ્યાયજી મહારાજનો વિજય થયો અને ભારતની કીર્તિમાં નવું સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું.આવો જ વાણી-શક્તિનો, શબ્દ સંયમનો કઠિન પ્રયોગ પુનઃસંજીવિત થવા જઇ રહ્યો છે. શ્રી જૈન દર્શન ઉપાસક સંઘ (પેલેસ)માં બિરાજમાન પ. પૂ. પંન્યાસ તારકચંદ્રસાગરજી મહારાજની નિશ્રામાં માત્ર 19 વર્ષિય યુવામુનિશ્રમણચંદ્રસાગર મહારાજ આવો પ્રયોગ કરશે...!
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt