જામનગર, 9 ઓક્ટોબર (હિ.સ.) જામનગરના કાલાવડમાં એસબીઆઈ બેંકના અધિકારી તરીકે ઓળખાણ આપી યુવાનને ફાઈલ મોકલી જેમાં યુવાને વિગતો ભરતાની સાથે જ તેનું એકાઉન્ટ ખાલી થઈ જતા રૂા.2.35 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લાના કાલાવડ ખાતે ક્રિષ્ના ટાઉનશિપ 4માં રહેતા સુરેશભાઈ લાખાભાઈ વરણ નામના 34 વર્ષીય યુવાને આરોપી અમિત મિશ્રા નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયા અનુસાર આરોપીએ પોતાના મોબાઇલ નંબરમાથી સુરેશભાઈ લાખાભાઈ વરણ ને ગત તા.16/07/2025 ફોન કર્યો હતો અને મેનેજર તરીકે ઓળખ આપી લીંક મોકલાવી હતી.બાદમાં સુરેશભાઈએ આ ફાઈલ ઓપન કરી CIF NO. તથા IFS Code તથા ATM નો પાસવર્ડ વીગેરેની માહીતી ભરી આપતા તા.17/07/2025 ના આશરે નવેક વાગ્યે આ કામના આરોપીએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના ખાતામાથી રૂ.1,90,000 તથા રૂ. 45,000 પોતાના એકાઉન્ટમા ગેર કાયેદસર રીતે ટ્રાન્સફર કરી લીધા હતા. જે બાદ છેતરપિંડી થયાનું માલૂમ પડતા ફરિયાદ કરાઇ છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt