પાટણ, 9 ઓક્ટોબર (હિ.સ.): ગુજરાત સરકારના 'નાગરિક પ્રથમ અભિગમ' અને સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે ૭ ઓક્ટોબર થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ છે રાજ્યના વિકાસકર્મ અને સક્રિય શાસનના માર્ગને ઉજાગર કરવો.
આ પ્રસંગે સરકારી વિનયન કૉલેજ, સાંતલપુર ખાતે સામુદાયિક સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ કોલેજના મેદાનમાં સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ પ્રસરે તેવા પ્રયત્નો કર્યા હતા. કાર્યક્રમમાં કોલેજના સ્ટાફ સભ્યોનો પણ પૂરતો સહકાર મળ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિકાસ સપ્તાહ – ૨૦૨૫ની ઉજવણીના નોડલ ઓફિસર પ્રા. સુદાભાઈ કટારા દ્વારા સંસ્થાના આચાર્ય ડૉ. રાજાભાઈ એન. આયરના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન કરાયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ