નવસારીના સામાપોર ગામ ખાતે ‘વિકાસ સપ્તાહ’ની ઉત્સાહભેર ઉજવણી
નવસારી, 9 ઓક્ટોબર (હિ.સ.)-મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સુશાસનના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે તા. 7 થી 15 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં ''વિકાસ સપ્તાહ''ની શરૂઆત થઈ છે. આ ઉજવણીના ત્રીજા દિવસે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સામાપોર
વિકાસ સપ્તાહ’ની ઉત્સાહભેર ઉજવણી


નવસારી, 9 ઓક્ટોબર (હિ.સ.)-મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ

સુશાસનના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે તા. 7 થી 15 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં 'વિકાસ સપ્તાહ'ની શરૂઆત થઈ છે. આ ઉજવણીના

ત્રીજા દિવસે નવસારી જિલ્લાના

જલાલપોર તાલુકાના સામાપોર ગામ ખાતે

ધારાસભ્ય આર.સી.પટેલની ઉપસ્થિતિમા વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો હતો .

વિકાસ રથ સામાપોર પહોંચતા ગ્રામજનો દ્વારા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં

આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય આર.સી.પટેલે વિકાસ સપ્તાહનું મહત્વ ગ્રામજનોને સમજાવ્યું હતું . વિકાસ રથએ

ગુજરાતની સંકલ્પ સિદ્ધિની બહુવિધ વિકાસ યાત્રા અને સુશાસનની ગાથાને જનજન સુધી

પહોંચાડવા તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા

માટે સમગ્ર નવસારી જિલ્લામાં વિકાસ રથ યાત્રા આજે સામપોર ગામે આવી પહોંચી હતી.

વિકાસ રથ દ્વારા સરકારની તમામ

કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓ અંગેની વિસ્તૃત જાણકારી ગ્રામજનોને આપવામાં આવી તમામ

ગ્રામજનોએ સરકાર દ્વારા અપાતી સહાયનો પૂરેપૂરો લાભ લેવા માટે મહાનુભાવો દ્વારા

આહવાન કર્યું હતું. ગ્રામજનોએ રથ યાત્રા થકી સરકારશ્રીનાં અભિયાનો અને વિકાસની

ગાથા વર્ણવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પ

સાથે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ આત્મનિર્ભર ભારતના નિર્માણ

માટે ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.

આ કાર્યક્રમમા જલાલપોર તાલુકા

પ્રમુખ નીલમબેન પટેલ ,

જલાલપોર મામલતદાર મૃણાલ ઇસરાની, તાલુકા

વિકાસ અધિકારી ધવલ પટેલ , વિવિધ મહાનુભાવો, અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી

સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande