સુરત, 9 ઓક્ટોબર (હિ.સ.)- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ના સ્વપ્નને
સાકારિત કરવાના હેતુ સાથે ઓલપાડ તાલુકા મથકે ઓલપાડ તાલુકા પંચાયત કચેરી દ્વારા નમો
સ્વદેશી હસ્તકળા મેળાને વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે
ખુલ્લો મૂકાયો હતો.
આ
પ્રસંગે મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાને ‘વોકલ ફોર લોકલ’ અને લોકલ ટુ
ગ્લોબલ’નો મંત્ર આપ્યો
છે. જેના ભાગરૂપે સ્વદેશી મેળામાં સખીમંડળો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ ખરીદવા સૌને
અપીલ કરી હતી. મહિલાઓ ઘરઆંગણે સ્વઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરી શકે તે માટે
હસ્તકળા મેળાનું આયોજન સરાહનીય છે, સ્વદેશી
ચીજવસ્તુઓને પ્રોત્સાહન મળે મહિલાઓ આત્મનિર્ભર બને તેવા આશયથી આયોજિત આ મેળામાં 26 જેટલા સ્ટોલમાં ઓલપાડ તાલુકાની સખીમંડળની બહેનો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક
ઉત્પાદનો,
હળદર, મરી-મસાલા, ડ્રેસ, ઘર સજાવટની
વસ્તુઓ,
અથાણા, વિસડાલીયાની
વાંસની બનાવટની વસ્તુઓને ખરીદીને સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના મંત્રને સાકારિત
કરવાનો ઓલપાડના નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.
આ
પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નિતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણ
પટેલ,
પ્રાંત
અધિકારી પાર્થ તલસાણીયા, મામતલદાર એચ.ડી.ચોપડા, તાલુકા વિકાસ
અધિકારી હાર્દિક ગઢવી, અગ્રણી કુલદિપસિંહ પટેલ, બ્રિજેશ પટેલ, ઓલપાડ સરપંચ
રૂચિકાબેન પટેલ,
આનંદભાઈ
કહાર,
જિલ્લા-તાલુકા
પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે