તેલ અવીવ,નવી દિલ્હી, ૦9ઓક્ટોબર (હિ.સ.) ઇઝરાયલ અને હમાસ વચ્ચે ફરી એક યુદ્ધવિરામના સમાચારથી બંધકોના પરિવારો જ નહીં,પણ રાજકીય પક્ષો પણ ઉત્સાહિત છે. બંધકોના હૃદય વધુ ઝડપથી ધબકતા હોય છે. લોકો તેમના પ્રિયજનોને શક્ય તેટલી વહેલી તકે જોવા માટે ઉત્સુક છે. ઇઝરાયલના અગ્રણી રાજકીય વ્યક્તિઓ અને નેતાઓ હમાસ સાથેના આ કરારથી ખુશ છે.
સીએનએનના અહેવાલ મુજબ,“ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઈજહાક હર્ઝોગે કહ્યું કે,ઇઝરાયલનું હૃદય, આ સમયે બંધકો અને તેમના પરિવારો સાથે એકતામાં ધબકી રહ્યુ છે.” તેમણે ભાવનાત્મક રીતે લખ્યું, ભવિષ્યવક્તા યર્મિયાહએ કહ્યું હતું કે, તેઓ દુશ્મનની ભૂમિથી પાછા ફરશે અને બાળકો તેમની સરહદો પર પાછા આવશે.
સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાટઝે એ,આ કરારને એક મહાન આશીર્વાદ ગણાવતા,વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો છે. તેમણે ઇઝરાયલ સંરક્ષણ દળોના નેતૃત્વ અને સૈનિકોનો પણ, આભાર માન્યો જેમણે આ કરાર શક્ય બનાવ્યો.
કાટઝે એ એક એક્સ-પોસ્ટમાં લખ્યું, હું બંધકોના પરિવારોને તેમના પ્રિયજનો,જેમાં આઈડીએફ સૈનિકો અને શહીદ સૈનિકોનો સમાવેશ થાય છે,તેમના અપેક્ષિત પાછા ફરવા બદલ, હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આખો રાષ્ટ્ર આની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે અને ઉત્સાહિત છે.
વિપક્ષી નેતા યાયર લેપિડે લખ્યું, અમે અમારા બાળકોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. આભાર,ટ્રમ્પ! ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન બેની ગેન્ટ્ઝે લખ્યું, અમારા બધા અપહરણકારોને પાછા લાવવાની, યોજના બદલ અભિનંદન. અમારી સવેદનાઓ તે48ના પરિવારો સાથે છે,અને અમે આશા રાખીએ છીએ અને તેમના પાછા ફરવા માટે પ્રાર્થના કરીએ છીએ. બચી ગયેલા લોકો તેમના પ્રિયજનો પાસે પાછા ફરે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ