જામનગરની એક સદી જૂની શાક માર્કેટને તાળા, વેપારીઓ રસ્તા ઉપર ધંધો કરવા મજબુર
જામનગર, 9 ઓક્ટોબર (હિ.સ.) જામનગરમાં 288 ઓપન દુકાનો (ગાલા) ધરાવતી હેરિટેજ સાઈટ ગણાય તેવી 104 વર્ષ જુની સુભાષ માર્કેટની ઈમારત જર્જરિત બની હોવાથી મહાનગરપાલિકાના તંત્રએ છેલ્લા 20 દિવસથી આ માર્કેટ ખાલી કરાવીને તાળા મારી દીધા બાદ મોટાભાગે બે-ત્રણ પેઢીથ
હેરિટેજ શાકમાર્કેટ


જામનગર, 9 ઓક્ટોબર (હિ.સ.) જામનગરમાં 288 ઓપન દુકાનો (ગાલા) ધરાવતી હેરિટેજ સાઈટ ગણાય તેવી 104 વર્ષ જુની સુભાષ માર્કેટની ઈમારત જર્જરિત બની હોવાથી મહાનગરપાલિકાના તંત્રએ છેલ્લા 20 દિવસથી આ માર્કેટ ખાલી કરાવીને તાળા મારી દીધા બાદ મોટાભાગે બે-ત્રણ પેઢીથી સુભાષ માર્કેટના કાયદેસરના સરકારી ભાડુતો એવા વેપારીઓ રોડ ઉપર આવી ગયા છે.ત્યારે આ ધંધાર્થીઓએ તેઓને હાલ વચગાળાના સમયમાં વૈકલ્પિક જગ્યા મળે અને ભવિષ્યમાં સુભાષ માર્કેટ ભાંગીને જે નવું આયોજન થાય તેમાં ધંધાર્થીઓને જગ્યા મળે તેવી માંગણી વ્યક્ત કરીને ગંદકી દુર કરવા તંત્ર સમક્ષ માંગ કરી છે.104 વર્ષ જુની સુભાષ માર્કેટ બંધ કરવા ગત તા.2-જુલાઈ-2025ના રોજ મ્યુ. એસ્ટેટ વિભાગ દ્વારા વેપારીઓને મૌખિક રીતે બે દિવસની મુદ્દત આપવામાં આવી હતી. જે સામે રોષિત વેપારીઓએ કોર્પોરેશન જઈને ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાને મળીને વેપારીઓને થોડા દિવસોનો સમય આપવા માંગણી કરી હતી. બાદમાં વેપારીઓમાંથી અમુકે હાઈકોર્ટમાં જઈને તંત્રની પ્રક્રિયા સામે સ્ટેની માંગણી કરતી અરજી દાખલ કરી હતી.આ અરજી રદ થતાં તંત્રએ તા.16 સપ્ટેમ્બરના રોજ સુભાષ માર્કેટ ખાલી કરાવવાનું શરુ કરીને તેના ચારેય દરવાજાને તાળા મારીને કબ્જો ધારણ કરી લીધો છે. આ સામે વેપારીઓ જણાવે છે કે, અગાઉ સુભાષ માર્કેટના વેપારીઓને ગંદકી કરવા અંગે દોષિત ઠેરવવામાં આવતા હતા. હવે 20 દિવસથી આ ગંદકીની પરિસ્થિતિ છે.તો જવાબદાર કોણ ? મહાનગરપાલિકાના તંત્ર દ્વારા અહીં સફાઈ થવી જોઈએ. તેવી માંગણી વેપારીઓએ કરીને હાલ વેપારીઓને વૈકલ્પિક જગ્યા મળે તેમજ સુભાષ માર્કેટના સ્થળે ડિમોલીશન બાદ નવા બનનારા માળખામાં તમામ 288 વેપારીઓને સમાવી લેવામાં આવે તેવી માંગણી રજુ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande