જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મેસવાણ ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ ૯ ઓક્ટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ- ૨૦૨૫ અંતર્ગત આજ રોજ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મેસવાણ ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલામે પ્રસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, દેશના યશસ્
કેશોદ તાલુકાના મેસવાણ ખાતે


જૂનાગઢ ૯ ઓક્ટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ- ૨૦૨૫ અંતર્ગત આજ રોજ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મેસવાણ ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલામે પ્રસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૪ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરુ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૦૭ થી તા.૧૫ ઓક્ટોબર,૨૦૨૫ દરમિયાન 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી હાથ ધરવામાં આવી છે. આપણાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી હંમેશા છેવાડાના માનવીની ચિંતા કરે છે. આપણે ૨૦૪૭ વિકસિત ભારતનાં સ્વપ્ન તરફ આગળ વધી રહ્યાં છીએ. ત્યારે આપણે યોગદાન આપીએ જરૂરી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે દરેક ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.

આ તકે મહાનુભાવો ના હસ્તે લાભાર્થીઓને સોલાર પાવર યુનિટ, નિરાધાર વૃદ્ધ સહાય, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય ,ગંગાસ્વરૂપ આર્થિક સહાય સહિતની યોજનાઓના મંજૂરીપત્ર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત પીએમજેએવાય કાર્ડ, ટીએચઆરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ. તેમજ ખેતીવાડી, ગ્રામ વિકાસ અને આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ આ કાર્યક્રમમાં તેમની સાફલ્ય ગાથા રજૂ કરી હતી.આ અંતર્ગત વિકાસ સપ્તાહનો વિકાસરથનું મેસવાણ ખાતે ગ્રામજનોએ વિકાસરથનું દબદબાભેર સ્વાગત કર્યું હતુ. આ તકે ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓ વિષયક માહિતી પ્રાપ્ત કરી હતી.

વિકાસ સપ્તાહની ઉજવણીમા ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી. રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા ગ્રામજનો સંકલ્પબદ્ધ બન્યા હતા.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ભનુભાઈ ઓડેદરા, જિલ્લા પંચાયત સભ્ય અતુલભાઇ ઘોડાસરા, મેસવાણ ગામના સરપંચ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ જયતા બાપુ સિસોદિયા, તાલુકા પંચાયતના સભ્ય ધર્મિષ્ઠાબેનકમાણી,તાલુકાપંચાયતસભ્યરાજુભાઈકનેરિયા વિજયભાઈ,તાલુકા વિકાસ અધિકારી ચૌહાણ, આરોગ્ય ઓફિસર ડો.ડાભી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande