સુરત , 9 ઓક્ટોબર (હિ.સ.): વીરનર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના કુલપતિ ડો.કિશોરસિંહ
ચાવડા અને મનોવૈજ્ઞાનિક સલાહ અને માર્ગદર્શન વિભાગના કોઓર્ડીનેટર ડો.પ્રીતિબેન
ચૌધરીના માર્ગદર્શન હેઠળ મનોવૈજ્ઞાનિક સલાહ અને માર્ગદર્શન વિભાગ દ્વારા મનોવૈજ્ઞાનિક સલાહ અને માર્ગદર્શન વિભાગમાં
આત્મહત્યા નિવારણ તાલીમ આયોજિત કરવામાં આવી. જેમાં તાલીમનો વિષય માનસિક
સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ રહ્યો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે ઊર્મિન દેસાઈએ કર્મચારીઓને આત્મહત્યા નિવારણ અંગે તાલીમ આપી હતી. જેમની
અંતર્ગત આત્મહત્યા એ ગુનો છે, આત્મહત્યાના વિચારો આવતા વ્યક્તિને કેવી રીતે ઓળખવી, આત્મહત્યાના વિચારો વાળી વ્યક્તિ સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને
આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન 6357322939 (મનોવૈજ્ઞાનિક સલાહ અને માર્ગદર્શન કેન્દ્ર,vnsgu), 112 (જન રક્ષક) , 14416 (ટેલિમાનસ) નંબર વિશેની માહિતી આપી અને માનસિક સ્વાસ્થય ઉપર
શું અસર થાય છે તેમજ માનસિક સ્વાસ્થ્યની સમસ્યા ધરાવતી વ્યકતિને કેવી રીતે મદદ
કરવી તે બાબતે મનોવૈજ્ઞાનિક સલાહકાર દર્શન પરમાર એ મનોવિજ્ઞાનિક તેમજ સામાજિક
માહિતી આપી હતી અને સાથે વીર
નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ મનોવૈજ્ઞાનિક સલાહ અને માર્ગદર્શન
કેન્દ્ર દ્વારા આત્મહત્યા અટકાવવા માટે જે
પ્રયાસો થાય છે તેમજ આ કેન્દ્ર માનસિક સ્વાસ્થ્યથી મૂંઝાતા વિદ્યાર્થીઓને કેવી
રીતે મદદરૂપ થશે એના વિષે માહિતી આપી અને સમગ્ર તાલીમનું સંચાલન મનોવૈજ્ઞાનિક
સલાહકાર ઉલ્કા પટેલ દ્વારા કરવામા હતું.
આ કાર્યક્રમમાં વીર
નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના મનોવૈજ્ઞાનિક સલાહ અને માર્ગદર્શન વિભાગમાંથી
મનોવૈજ્ઞાનિક સલાહકાર ઊર્મિન દેસાઈ, ઉલ્કા પટેલ અને દર્શન પરમાર તેમજ કુમાર છાત્રાલય માંથી ગૌતમભાઈ
ગામીત તેમજ એમના કર્મચારીઓ અને કન્યા છાત્રાલય માંથી પૂજાબેન પટેલ અને તેમના
કર્મચારીઓ તેમજ સાથે સમાજકાર્યની બે વિદ્યાર્થીનીઓ તેમજ “ પ્રાથમિક આરોગ્યવિભાગ” માંથી 108 આરોગ્ય કટૉકટીની
ટીમ અને 112 જન રક્ષકની ટીમ ઉપસ્થિત રહી હતી. આમ કુલ 25 શ્રોતાઓ ઉપસ્થિત હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે