સુરત, 9 ઓક્ટોબર (હિ.સ.)-‘ટીબીમુક્ત ભારત’ અભિયાનને વેગ આપવા માટે
વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકા આરોગ્ય કચેરી ખાતે
ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કિટ્સનું વિતરણ કરાયું હતું.
આ અવસરે
મંત્રીએ કહ્યું કે, ટીબીના દર્દીઓએ ડોકટરોના જણાવ્યા મુજબ નિયમિત
દવાઓ લેવી જોઈએ. ઓલપાડના આરોગ્ય કર્મચારીઓની સેવાકીય કામગીરીને બિરદાવતા કહ્યું કે, સરકારી
કર્મચારીઓને પણ આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ પ્રસંગે
તાલુકા પંચાયતના પ્રમુખ નિતાબેન પટેલ, પ્રાંત અધિકારી પાર્થ
તલસાણીયા સહિતના આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે