ટ્રમ્પે કહ્યું,” અમેરિકા, ટેરિફ શાંતિ કરારોમાં મદદગાર ...”
વોશિંગ્ટન, નવી દિલ્હી, ૦9 ઓક્ટોબર (હિ.સ.) ગાઝામાં શાંતિ માટે હમાસ અને ઇઝરાયલને રાજી કરવામાં સફળ રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે,” ટેરિફ તેમને શાંતિ કરાર પ્રાપ્ત કરવામાં, મદદ કરે છે. ટેરિફ, શાંતિ પ્રાપ્ત કરવ
ટ્રમ્પ અભિવ્યક્તિ


વોશિંગ્ટન, નવી દિલ્હી, ૦9 ઓક્ટોબર (હિ.સ.)

ગાઝામાં શાંતિ માટે હમાસ અને ઇઝરાયલને રાજી કરવામાં સફળ રહેલા અમેરિકી પ્રમુખ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે,” ટેરિફ તેમને શાંતિ કરાર પ્રાપ્ત કરવામાં, મદદ કરે છે.

ટેરિફ, શાંતિ પ્રાપ્ત કરવાની તેમની ક્ષમતાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.” તેમણે

ભારપૂર્વક જણાવ્યું હતું કે,” યુનાઇટેડ સ્ટેટ્સ, લડનારાઓ સાથે સમાધાન કરશે નહીં.”

સીએનએનના અહેવાલ મુજબ,”ટ્રમ્પે એક મુલાકાતમાં કહ્યું હતું કે, હું તમને કહું

છું કે, ટેરિફથી વિશ્વમાં શાંતિ આવી છે. ટેરિફ તમને શાંતિનો એક મહાન માર્ગ બતાવે છે

અને લાખો લોકોના જીવ બચાવે છે.

ટ્રમ્પે કહ્યું હતું કે,” તેમના ટેરિફે આ

વર્ષની શરૂઆતમાં ભારત અને પાકિસ્તાનને યુદ્ધવિરામ માટે, સંમત કરવામાં ભૂમિકા ભજવી

હતી.”

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રાત્રે કહ્યું હતું

કે,” મધ્ય પૂર્વના અન્ય દેશો ગાઝાના પુનર્નિર્માણમાં મદદ કરશે.”

રાષ્ટ્રપતિએ

કહ્યું હતું કે,” અન્ય દેશો ગાઝાના પુનર્નિર્માણમાં મદદ કરશે. અમે તેમને

તેને સફળ બનાવવામાં અને તેને શાંતિપૂર્ણ રાખવામાં મદદ કરીશું.

દરમિયાન, યુએન

સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર ગાઝા

યુદ્ધવિરામ અને બંધક કરારના સંપૂર્ણ અમલીકરણને સમર્થન આપશે. ગુટેરેસે ઉમેર્યું

હતું કે, સંયુક્ત રાષ્ટ્ર સતત અને સૈદ્ધાંતિક માનવતાવાદી રાહતના વિસ્તરણમાં વધારો કરશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande