પાટણ નગરપાલિકા સામે મહિલાઓનો ઉગ્ર હલ્લાબોલ: પાણીની સમસ્યાના નિવારણની માંગ
પાટણ, 9 ઓક્ટોબર (હિ.સ.): પાટણ શહેરના વોર્ડ નંબર 8ના સોની વાડા વિસ્તારમાં આવેલી ખેજડાની પોળમાં છેલ્લા બે થી ત્રણ મહિનાથી પાણીની તીવ્ર સમસ્યા જોવા મળી રહી છે. અહીં ઓછા દબાણથી અને અપૂરતું પાણી મળતું હોવાથી રહીશોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છ
પાટણ નગરપાલિકા સામે મહિલાઓનો ઉગ્ર હલ્લાબોલ: પાણીની સમસ્યાના નિવારણની માંગ


પાટણ, 9 ઓક્ટોબર (હિ.સ.): પાટણ શહેરના વોર્ડ નંબર 8ના સોની વાડા વિસ્તારમાં આવેલી ખેજડાની પોળમાં છેલ્લા બે થી ત્રણ મહિનાથી પાણીની તીવ્ર સમસ્યા જોવા મળી રહી છે. અહીં ઓછા દબાણથી અને અપૂરતું પાણી મળતું હોવાથી રહીશોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.કોર્પોરેટરોને આ મુદ્દે જાણ કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી.

આથી કંટાળીને ખેજડાની પોળની સ્થાનિક મહિલાઓ નગરપાલિકા કચેરીએ પહોંચી અને ઉગ્ર રજૂઆત કરી. તેમને ખાસ કરીને દિવાળીના તહેવાર પહેલા પૂરતું અને યોગ્ય દબાણવાળું પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ રાખી છે, કારણ કે તહેવાર દરમિયાન મહેમાનોની આગમન તેમજ ઘેરવપરાશ માટે વધુ પાણીની જરૂરિયાત રહે છે. હાલની સ્થિતિએ લોકોને બહારથી પાણી લાવવાનું પણ ભારે બની રહ્યું છે.

હાલમાં ખેજડાની પોળને ગાંધીબાગના બોરમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ મોટર બળી જવાના કારણે ઘણીવાર પાણી બંધ રહે છે. પહેલા કાજીવાળા બોરમાંથી મળતું પાણી પૂરતું અને સતત મળતું હતું, તેથી હવે ફરીથી એ બોર ચાલુ કરવામાં આવે તેવી રહીશોની માંગણી છે. નગરપાલિકા પર પાયાની સુવિધાઓમાં નિષ્ફળ રહેવાના આક્ષેપો વચ્ચે રહીશો તાકીદે યોગ્ય પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande