
પોરબંદર, 10 નવેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા બોગસ તબીબો અવારનવાર ઝડપાય છે. આ બોગસ તબીબોને ઝડપી લીવાની કામગીરી એસઓજી દ્રારા કરવામા આવી હતી ઠોયાણા ગામેથી એક બોગસ તબીબને ઝડપી લેવામા આવ્યો હતો રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામે ડીગ્રી વગર એક શખ્સ દવાખાનુ ચલાવી રહ્યાની હકિકતના આધારે એસઓજીના સ્ટાફે દરોડો પાડયો હતો રામ મંદિર નજીક વિપુલ બટુકભાઇ સત્યદેવ નામનો શખ્સને ઝડપી લીધો હતો આ શખ્સ પાસે લાયકાત કે ડીગ્રી ન હોવા છતા લોકોના આરોગ્યની સારવાર કરતો હતો પોલીસે સ્થળ પરથી દવા,ઇન્જેકશ અને મેડિકલ તપાસણીના સાધનો અને રોકડ રકમ મળી કુલ રૂ.8,906નો મુદામાલ કબ્જે કરી અને તેમની સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમા ગુન્હો નોંધયો હતો જીલ્લામા બોગસ તબીબો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે છતા આરોગ્ય વિભાગના ધ્યાને કેમ આવતુ નથી તેવા વેધક સવાલો ઉઠી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya