


પોરબંદર, 10 નવેમ્બર (હિ.સ.) ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે “ફિટ મીડિયા – ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત પત્રકાર મિત્રો માટે મેડિકલ કેમ્પનું આયોજન જિલ્લા પંચાયત હોલ, પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં પોરબંદર જિલ્લાના વિવિધ મીડિયા સંસ્થાઓમાં કાર્યરત પત્રકાર મિત્રો સહભાગી બન્યા હતા. રેડ ક્રોસ હેલ્થ ટીમ દ્વારા બ્લડ ટેસ્ટ, ઈસીજી, એક્સ–રે સહિતની હેલ્થ સ્ક્રીનિંગ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
પત્રકાર પ્રતિશ શીલુએ જણાવ્યું હતું કે, પત્રકારો સતત કાર્યરત રહે છે, તેમની આરોગ્ય ચકાસણી માટે રેડ ક્રોસ અને માહિતી વિભાગ દ્વારા આ પ્રકારનું આયોજન કરવું સરાહનીય છે. પત્રકાર ઋષિભાઈ થાનકીએ પણ આ પહેલ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
રેડ ક્રોસ સોસાયટી, પોરબંદર બ્રાન્ચના વાઈસ ચેરમેન શ્ શાંતિબેન ઓડેદરાએ જણાવ્યું હતું કે, પત્રકાર મિત્રો નાગરિકો માટે સતત સેવા આપે છે. આ વ્યસ્તતા વચ્ચે હેલ્થનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. તેમનું આરોગ્ય જળવાઈ રહે તે માટે આ પ્રકારના કેમ્પો જરૂરી છે. તેમણે કેમ્પમાં સહભાગી બનેલા તમામ પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગતવર્ષે પત્રકારો માટે હેલ્થ કેમ્પનો દરેક જિલ્લામાં આયોજન થયું હતું તે પહેલને આગળ વધતા આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદર ખાતેના મેડિકલ કેમ્પમાં રેડ ક્રોસ અમદાવાદના જીતેન્દ્ર સુખડિયા (એક્સ-રે), હર્ષિલ શ્રીમાળી (બ્લડ કલેક્શન), સુરેશ ચાવડા (ઈસીજી) તેમજ કેમ્પ ઇન્ચાર્જ સર્વ જીગર ઠાકોર, રોનક વલાડ અને નવનીત ધોબી સહિતની ટીમે સેવા આપી હતી. જિલ્લા માહિતી કચેરી-પોરબંદરની ટીમે આ કામગીરીનું સંકલન કર્યું હતુ.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya