બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર ખેરવાના વિદ્યાર્થીઓ દ્વારા સેવા અને કરુણાનું અનોખું ઉદાહરણ
મહેસાણા, 10 નવેમ્બર (હિ.સ.) પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન સૂત્ર “બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું”ને આત્મસાત કરતાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર, ખેરવાના વિદ્યાર્થીઓએ માનવતાનો સુંદર સંદેશ આપ્યો છે. ગત 9 નવેમ્બર 2025ન
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર ખેરવાના વિદ્યાર્થીઓ દ્વારા સેવા અને કરુણાનું અનોખું ઉદાહરણ

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર ખેરવાના વિદ્યાર્થીઓ દ્વારા સેવા અને કરુણાનું અનોખું ઉદાહરણ

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર ખેરવાના વિદ્યાર્થીઓ દ્વારા સેવા અને કરુણાનું અનોખું ઉદાહરણ

મહેસાણા, 10 નવેમ્બર (હિ.સ.) પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન સૂત્ર “બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું”ને આત્મસાત કરતાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર, ખેરવાના વિદ્યાર્થીઓએ માનવતાનો સુંદર સંદેશ આપ્યો છે. ગત 9 નવેમ્બર 2025ના રોજ મહેસાણાની સિવિલ હોસ્પિટલ તથા લાયન્સ હોસ્પિટલની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ માત્ર દર્દીઓને મળવાનું જ નહોતું, પરંતુ તેમના આરોગ્યલાભ માટે હૃદયપૂર્વક પ્રાર્થના પણ કરી હતી.

આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સેવા, કરુણા, દયા અને માનવતાના મૂલ્યોનું સંસ્કાર સિંચન કરવાનો હતો. શાળાના વિદ્યાર્થીઓએ કુલ 123 જેટલા દર્દીઓની બેડ-ટુ-બેડ મુલાકાત લીધી હતી અને દરેક માટે ભગવાન પાસે શક્તિ, આશા અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરી હતી. બાળકોની નિર્દોષ પ્રાર્થનાએ દર્દીઓના મનમાં શાંતિ, હિંમત અને આનંદનો સંચાર કર્યો હતો.

દર્દીઓ તથા તેમના પરિવારજનો આ સેવા પ્રવૃત્તિથી ખૂબ પ્રભાવિત થયા હતા, જ્યારે હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોએ પણ વિદ્યાર્થીઓના આ માનવતાભર્યા પ્રયાસને અભિનંદન આપ્યા હતા. અભ્યાસ સાથે માનવ મૂલ્યોનું સિંચન કરીને સમાજ માટે સંવેદનશીલ નાગરિક ઘડવાની દિશામાં ખેરવા વિદ્યામંદિરનું આ પગલું ખરેખર પ્રેરણાદાયી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande