
પોરબંદર, 10 નવેમ્બર (હિ.સ.) પોરબંદર રાજકોટ હાઈવે પર ઉદ્યોગનગર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન એક શખ્સ એક્ટિવ પર સામેની તરફથી આવતો હતો. આ શખ્સે પોલીસની ગાડી જોઈ પરત ફરવા જતા ઈસમ નીચે પડી ગયો હતો જેથી પોલીસે તેને ઉભો કરી એક્ટિવામાં રહેલું બાચકું જોતા તેમાંથી ઈંગ્લીશ દારૂની 28 બોટલ મળી આવી હતી. આ શક્શને પૂછતાં તેણે પોતાનું નામ જલ્પેશ ઉર્ફે જલ્યુડો ભરતભાઈ મકવાણા જણાવ્યું હતું અને વધુ પૂછપરછમાં તેણે બોટલ નયન ગલાભાઈ ઉલવા પાસેથી વેચાણ માટે લીધી હોવાની કબૂલાત આપતા ઉદ્યોગનગર પોલીસે જલ્પેશ અને નયન વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya