શ્રી શ્યામ સિલ્ક મિલ્સના માલીકને એકાઉન્ટન્ટે 3.55 કરોડનો ચૂનો ચોપડ્યો,એકાઉન્ટન્ટ અને બે કારખાનેદાર સામે ગુનો નોંધાયો
સુરત, 10 નવેમ્બર (હિ.સ.)રિંગરોડ, જે.ડી. ટેક્ષટાઈલ માર્કેટમાં આવેલ શ્રી શ્યામ સિલ્ક મિલ્સ નામની પેઢીના માલીકને તેના એકાઉન્ટન્ટે 3.55 કરોડનો ચૂનો ચોપડ્યો છે. એમ્બ્રાઈડરીનું જોબવર્ક કરતા બે કારખાનેદારો સાથે મળી એકાઉન્ટન્ટે જોબવર્કની મજુરીના દરના હિસાબ
શ્રી શ્યામ સિલ્ક મિલ્સના માલીકને એકાઉન્ટન્ટે 3.55 કરોડનો ચૂનો ચોપડ્યો,એકાઉન્ટન્ટ અને બે કારખાનેદાર સામે ગુનો નોંધાયો


સુરત, 10 નવેમ્બર (હિ.સ.)રિંગરોડ, જે.ડી. ટેક્ષટાઈલ માર્કેટમાં આવેલ શ્રી શ્યામ સિલ્ક મિલ્સ નામની પેઢીના માલીકને તેના એકાઉન્ટન્ટે 3.55 કરોડનો ચૂનો ચોપડ્યો છે. એમ્બ્રાઈડરીનું જોબવર્ક કરતા બે કારખાનેદારો સાથે મળી એકાઉન્ટન્ટે જોબવર્કની મજુરીના દરના હિસાબમાં બોગસ એન્ટ્રીઓ કરી વધારે મજુરી બતાવી રોકડા 22.33 લાખ ઉસેડી લેવાની સાથે જોબવર્ક માટે આપેલ સાડીનો જથ્થો સગેવગે કરી બારોબાર માર્કેટમાં ત્રાહિત વ્યકિતને સસ્તામાં વેચાણ કર્યો હતો. પોલીસે એકાઉન્ટન્ટ સહિત ત્રણ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, પરવત પાટીયા, ડુંભાલ ફાયર સ્ટેશન સામે, વાટીકા ટાઉનશીપમં રહેતા ૩૩ વર્ષીય મનીષકુમાર સજ્જનકુમાર અગ્રવાલે તેની રિંગરોડ જે.ડી.ટેક્સટાઈલ માર્કેટમાં આવેલ શ્રી શ્યામ સિલ્ક મિલ્સ નામની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે સુમિત ઉર્ફે સમ્રાટ શીવજી ગુપ્તા ને રાખ્યો હતો. મૂળ રાજસ્થાન, સીકરના વતની મનીષકુમારને વર્ષો જૂના એકાઉન્ટન્ટ સુમિત ગુપ્તા ઉપર આંધળો વિશ્વાસ રાખવાનું ભારે પડ્યું છે. સુમિતે વિશ્વાસનો દૂર ઉપયોગ કરી એપ્રિલ 2023 થી માર્ચ 2025 સુધીમાં તેના શેઠ મનીષકુમારને રૂપિયા 3,55,54,760નો ચુનો ચોપડ્યો હતો. સુમિતે જગન્નાથ જોબવર્કના કર્તાહર્તા દિલીપકુમાર મોચીરામ અને અક્ષર હેન્ડ એમ્બ્રોઈડરી તથા સિદ્વેશ્વર ક્રિએશનના કર્તાહર્તા અશ્વિન કલ્યાણ સાવલીયા સાથે મળી ગુનાને અંજામ આપ્યો હતો. સુમિતે આ બંને જણાને જોબવર્ક માટે અપાતા માલની ક્વોન્ટીટીમાં એકાઉન્ટમાં ફેરફાર કરી પાછળથી ખોટા અને ઉપજાવેલા એકાઉન્ટ બનાવી ખરેખર જોબવર્ક કરતા વધારે માલનું જોબવર્ક થયા અંગે હિસાબમાં એન્ટ્રી બતાવી તેના આધાર દિલીપ અને અશ્વિનને જાબવકની મજુરી કરતા વધારે જોબવર્કના મજુરે પેટે રૂપિયા 28,33,595 આપ્યા હતા. તેમજ જોબવર્ક માટે આપેલ સાડી નંગ-80,5611 જેની કિંમત રૂપિયા 3,27,21,185 થાય છે જે સાડીનો માલ બારોબાર માર્કેટમાં સસ્તામાં વેચી નાંખ્યો હતો. આ રીતે એકાઉન્ટન્ટ સુમિત અને બંને કારખાનેદારોએ કુલ રૂપીયા 3,55,54,760નો ચુનો ચોપડ્યો હતો. પેઢીને કરોડો રૂપિયાનું નુકશાન પહોચાડયા બાદ સુમિત ઘર છોડી ભાગી ગયો હતો. બનાવ અંગે સલાબતપુરા પોલીસે મનીષકુમારની ફરિયાદ લઈ એકાઉન્ટન્ટ સુમીત સહિત ત્રણેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande