દોઢ વર્ષ બાદ સાંઢિયા ગટરના રીનોવેશનની કામગીરી હાથ ધરવાઇ.
પોરબંદર,10 નવેમ્બર (હિ.સ.) પોરબંદર શહેરના એમ.જી. રોડ પર દોઢ વર્ષ પૂર્વે સાંઢિયા ગટરના રીનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ વરસાદના વિઘ્ન તથા નગર પાલિકા બાદ મનપાની ધીમી કામગીરીના લીધે આ કામગીરી શરુ થઇ શકી ન હતી જેના લીધે લોકોને મુશ્કેલી પડત
દોઢ વર્ષ બાદ સાંઢિયા ગટરના રીનોવેશનની કામગીરી હાથ ધરવાઇ.


દોઢ વર્ષ બાદ સાંઢિયા ગટરના રીનોવેશનની કામગીરી હાથ ધરવાઇ.


દોઢ વર્ષ બાદ સાંઢિયા ગટરના રીનોવેશનની કામગીરી હાથ ધરવાઇ.


પોરબંદર,10 નવેમ્બર (હિ.સ.) પોરબંદર શહેરના એમ.જી. રોડ પર દોઢ વર્ષ પૂર્વે સાંઢિયા ગટરના રીનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ વરસાદના વિઘ્ન તથા નગર પાલિકા બાદ મનપાની ધીમી કામગીરીના લીધે આ કામગીરી શરુ થઇ શકી ન હતી જેના લીધે લોકોને મુશ્કેલી પડતી હતી. આ સાથે બાલુબા કન્યાવિદ્યાલયનો મુખ્ય ગેટ પણ બંધ અવસ્થામાં છે. જેના કારણે દીકરીઓને પણ પાછળના દરવાજેથી અંદર જવું પડી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જયારે પણ પોરબંદરમાં કોઈ શુભ કાર્ય માટે આવતા હતા ત્યારે પોરબંદરની આબરૂ બચાવવા મનપા દ્વારા સાંઢિયા ગટર પાસે પડદા મારવા પડતા હતા. પોરબંદર ખબર દ્વારા પણ સાંઢિયા ગટર મુદ્દે અવાર-નવાર અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા. આમ છતાં મનપાને કામગીરી કરવાનો ઉકલતું ન હોય તેમ કામગીરી સાવ બંધ હતી. છેલ્લે પોરબંદરના સામાજિક કાર્યકર જીતેન્દ્ર મદલાણીએ સાંઢિયા ગટર પર લોકો તથા મનપા અધિકારીઓના ધ્યાન આકર્ષિત કરતા કટાક્ષ ભર્યા સૂત્રો સાથે પોસ્ટર લગાવતા મનપાની આંખ ઉઘડી હોય તેમ કામગીરી શરુ કરવામાં આવી છે. ત્યારે આ કામગિરિ શું કામ આટલી મોડી ના શરુ થઈ તે બાબતે મનપા કમિશ્નરે આજે 10 નવેમ્બરના રોજ આપેલા જવાબમાં જણાવ્યું હતું કે, સાંઢિયા ગટરની કામગીરીમાં જોઈએ તો ગટરના અંડર ગ્રાઉન્ડમાં પાણી સતત આવી રહ્યું હતું. પાણીના ભરાવાને લીધે કામગીરી શરુ થઇ શકે તેમ ન હતી પરંતુ સાંઢિયા ગટરની રી-ડિઝાઈન તૈયાર કરી રિનોવેશનનું આયોજન કરવામાં આવ્યું છે અને હાલ આર.સી.સી.નું સ્ટ્રક્ચર બનાવી આગામી બે માસની અંદર સાંઢિયા ગટરની કામગીરી પુરી કરી દેવામાં આવશે તેવો મનપા કમિશ્નરે દાવો કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande