



પોરબંદર, 10 નવેમ્બર (હિ.સ.) પોરબંદર શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા ઉદ્યોગનગર ફાટકનો ચાર માસથી વિવાદ ચાલી રહ્યો હતો. ચાર માસ પૂર્વે રેલવે તથા જિલ્લા કલેક્ટરે લોકોને જાણ કર્યા વીના ફાટક બંધ કરી દેવાની સૂચના આપતા 30 થી 35 હજાર લોકોને સીધી અસર પહોંચી હતી. છેલ્લા ચારમાસ દરમિયાન લોકોએ જિલ્લા કલેક્ટરથી મંડી કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા સુધી રજૂઆતો કરી હતી. આ રજૂઆતો દરમિયાન સ્થાનિકોને માત્ર આશ્વાસનો મળતા હતા. સ્થાનિકોને રેલવે ટ્રેક પર બેસવાની ફરજ પડી હતી. બાદ સતત જન આક્રોશ વધી રહ્યો હતો. છેલ્લે સ્થાનિકોએ ગત શનિવાર તા. 8 નવેમ્બરના રોજ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓને ફાટક ખોલવા બાબતે રજુઆત કરી અને અને મીડિયાના માધ્યમથી તંત્રને અંતિમ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો સોમવાર એટલે કે, 10 નવેમ્બર સુધીમાં ફાટક નહિ ખુલે તો ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે. તે પૂર્વે જ રવિવારે 9નવેમ્બરનારોજ સાંજે 5 કલાકે ફાટક ખોલી દેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya