
જામનગર, 10 નવેમ્બર (હિ.સ.) : જામનગર જીલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક કમ કુક, કુક કમ હેલ્પર તથા મદદનીશની અલગ અલગ જગ્યાઓ પર નિમણુક કરવાની છે. જેમાં ધાંધલ પિપળીયા પ્રાથમિક શાળા, મેવાસાવાડી પ્રાથમિક શાળા, શીવનગર પ્રાથમિક શાળા, મોટી ભગેડી પ્રાથમિક શાળા, નાના પાંચદેવડા પ્રાથમિક શાળા, પિઠડધામનેસ વાડી શાળામાં સંચાલક કમ કુક અને રસોયા કામ મદદનીશની જગ્યા પર તથા ખંઢેરા તાલુકા શાળામાં સંચાલક કમ કુકની નિમણુક કરવાની છે.
આ યોજનામાં સંચાલક તરીકે નિમણુંક માટે વ્યકિત ધો.૧૦ સુધી ભણેલી હોવી જોઈએ તેમજ જે તે ગામની વતની હોવી જોઈએ. પરંતુ આવી વ્યકિત ગામમાં ન મળે તો ધોરણ-૭ પાસ કરનાર અન્ય વ્યકિતને સંચાલકની જગ્યાએ નીમી શકાશે. લઘુતમ વયમર્યાદા ૨૦ વર્ષ થી મહતમ વયમર્યાદા ૬૦ વર્ષની લાયકાત ધરાવતા હોય તેવા સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવેલ છે.
ગામડાની વિધવા, ત્યકતા, નિરાધાર સ્ત્રીઓ તેમજ આર્થિક રીતે નબળી વયક્તિઓ તથા ગરીબી રેખા નીચે જીવતા લોકોને નિમણૂકમાં અગ્રતા આપવામાં આવશે. આ અંગે સરકારના નિયમો અનુસાર નિયત થયેલ ધોરણ મુજબ માસિક માનદવેતન ચુકવવામાં આવશે. આગામી તા.૧૮/૧૧/૨૦૨૫ સુધીમાં રજા સિવાયના દિવસોએ સવારના ૧૧: ૦૦ થી સાંજે ૬:૦૦ કલાક દરમ્યાન મામલતદાર કચેરી, કાલાવડ, ખાતેથી મેળવી લેવાનાં રહેશે અને સંપુર્ણ વિગતો ભરીને નિયત અરજી ફોર્મની સાથે જરૂરી આધારો જેવાકે અભ્યાસ અંગેની લાયકાતના પ્રમાણપત્રો, જન્મનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ, લાઈટબિલ, ચુંટણીકાર્ડ, બેંક પાસબુકની નકલ તથા આધારકાર્ડ આ તમામની પ્રમાણિત નકલો તથા શારિરીક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર તેમજ સંપુર્ણ નામ, સરનામા, મોબાઈલ નંબરની વિગતો સહિત અરજી ફોર્મ ભરીને મોડામાં મોડા તા.૧૮/૧૧/૨૦૨૫ના રોજ સાંજે ૦૬:કલાક સુધીમાં રજુ કરવાના રહેશે. નિયત તારીખ અને સમય બાદના અરજી ફોર્મ ધ્યાનમાં લેવામાં આવશે નહિ. તેમ કાલાવડ મામલતદારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt