એન્જિનિયર પુત્ર અને પિતાની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી — સાંપાવાડા ગામમાં નવો પ્રયોગ, નવી પ્રેરણા
મહેસાણા, 10 નવેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના સાંપાવાડા ગામના પિતા–પુત્ર શંકરભાઈ અને મિતેશકુમાર પટેલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા નવો માપદંડ સ્થાપ્યો છે. મિતેશભાઈએ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી.ઈ. કર્યા બાદ પિતાની સાથે 2023થ
એન્જિનિયર પુત્ર અને પિતાની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી — સાંપાવાડા ગામમાં નવો પ્રયોગ, નવી પ્રેરણા

એન્જિનિયર પુત્ર અને પિતાની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી — સાંપાવાડા ગામમાં નવો પ્રયોગ, નવી પ્રેરણા

એન્જિનિયર પુત્ર અને પિતાની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી — સાંપાવાડા ગામમાં નવો પ્રયોગ, નવી પ્રેરણા

એન્જિનિયર પુત્ર અને પિતાની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી — સાંપાવાડા ગામમાં નવો પ્રયોગ, નવી પ્રેરણા

મહેસાણા, 10 નવેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના સાંપાવાડા ગામના પિતા–પુત્ર શંકરભાઈ અને મિતેશકુમાર પટેલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા નવો માપદંડ સ્થાપ્યો છે. મિતેશભાઈએ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી.ઈ. કર્યા બાદ પિતાની સાથે 2023થી પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી. હાલ તેઓ 17 વીઘા જમીનમાં બાગાયતી અને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જેમાં ગાયના ગોબર અને ગૌમૂત્રથી બનેલા જીવામૃત તથા ઘનજીવામૃતનો ઉપયોગ થાય છે.તેમની ખેતીમાં રાસાયણિક દવા કે ખાતરનો કોઈ ઉપયોગ થતો નથી. આ વર્ષે તેઓએ પ્રથમવાર 200 આંબાના ઝાડ વચ્ચે હળદરનું આંતરપાક વાવેતર કર્યું છે, સાથે બે વીઘાથી વધુ જમીનમાં મગફળી ઉગાડી છે. ગયા વર્ષે અઢી વીઘામાં પ્રાકૃતિક ઘઉં ઉગાડીને તેમણે 90 મણ ઉત્પાદન મેળવ્યું હતું, જેનું વેચાણ કરીને લગભગ ₹90,000ની આવક થઈ હતી.શંકરભાઈ કહે છે કે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો અને નફો વધુ રહે છે, સાથે જમીનની ઉર્વરતા અને પાકની ગુણવત્તા બંને વધે છે. આ વર્ષે તેઓ મગફળીના દાણામાંથી તેલ કાઢીને મૂલ્યવર્ધન કરવાની યોજના ધરાવે છે. જો પાક અનુકૂળ આવે તો પ્રતિ વીઘા ₹50,000 જેટલી આવકની આશા છે.મિતેશ અને શંકરભાઈની આ સફળતા જોઈ ગામના અન્ય ખેડૂત પણ પ્રાકૃતિક પદ્ધતિ અપનાવવાની પ્રેરણા લઈ રહ્યા છે. ગાય આધારિત ખેતી દ્વારા તેમણે માત્ર પોતાનું ભવિષ્ય સંભાળ્યું નથી, પરંતુ સમાજને ઝેરમુક્ત ખોરાક અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande