ગોડાદરા હોટલમાં ડોક્ટરનો ઇન્જેક્શનથી આપઘાત : “I Love Dhara” અને “ન્યાય” લખેલી નોટ મળી
સુરત, 10 નવેમ્બર (હિ.સ.) : સુરતના ગોડાદરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 9 નવેમ્બરના રોજ હોટલ નેસ્ટના રૂમ નંબર 8માં 33 વર્ષીય હોમિયોપેથિક ડોક્ટર ભાવેશ રાહુલભાઈ કવાડે આપઘાત કર્યો હોવાની માહિતી મળી છે. ડોક્ટર ભાવેશે સુસાઈડ નોટ લખી પોતાની
ડોક્ટર ભાવેશ રાહુલભાઈ કવાડે આપઘાત


સુરત, 10 નવેમ્બર (હિ.સ.) : સુરતના ગોડાદરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 9 નવેમ્બરના રોજ હોટલ નેસ્ટના રૂમ નંબર 8માં 33 વર્ષીય હોમિયોપેથિક ડોક્ટર ભાવેશ રાહુલભાઈ કવાડે આપઘાત કર્યો હોવાની માહિતી મળી છે. ડોક્ટર ભાવેશે સુસાઈડ નોટ લખી પોતાની જાતને ઇન્જેક્શન મારી જીવલેણ પગલું ભર્યું હતું.

માહિતી મુજબ, ડોક્ટર ભાવેશે રાત્રે 1 વાગ્યે હોટલમાં ચેક ઇન કર્યું હતું અને એક દિવસ માટે રૂમ બુક કર્યું હતું. પરંતુ સમયસર ચેક આઉટ ન કરતાં હોટલ સંચાલકને શંકા થઈ. પોલીસને જાણ કર્યા બાદ દરવાજો તોડતાં ડોક્ટર મૃત હાલતમાં મળ્યા હતા.

પોલીસને રૂમમાંથી બે પાનાની નોટ મળી આવી છે. એક પાનાં પર ડોક્ટરે પોતાની પત્ની ધારાનું ચિત્ર દોર્યું હતું અને એની સામે “I Love Dhara” લખ્યું હતું, જ્યારે બીજા પાનાં પર માત્ર “ન્યાય” શબ્દ લખાયેલો હતો. ડોક્ટર ભાવેશ મૂળ રાજુલા તાલુકાના રહેવાસી હતા અને હાલ ડિંડોલી સ્થિત મહા ખોડિયારનગર રેસિડેન્સીમાં રહેતા હતા. તેઓ કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા.

સૂત્રો મુજબ, ડોક્ટર ભાવેશના લગ્ન વર્ષ 2024માં થયા હતા. લગ્ન પછીના ત્રણ મહિનાં સુધી પતિ-પત્ની સાથે રહ્યા હતા, પરંતુ ઘરકંકાસને કારણે છેલ્લા એક વર્ષથી અલગ રહેતા હતા. તેમની પત્ની હાલમાં અમદાવાદની એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત છે.

પોલીસે રૂમમાંથી મળી આવેલી સિરીંજ અને દવાના બોટલ જપ્ત કરી છે. પ્રાથમિક તપાસમાં ડોક્ટરે ઓવરડોઝ લીધા બાદ આપઘાત કર્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ACP વી.એમ. જાડેજાના જણાવ્યા મુજબ, “ચેક-આઉટ સમય બાદ હોટેલ સ્ટાફે અનેક વાર ફોન કર્યા, પરંતુ જવાબ ન મળતાં પોલીસને જાણ કરી. દરવાજો તોડતાં ડોક્ટર મૃત હાલતમાં મળ્યા હતા.” હાલમાં ગોડાદરા પોલીસ “ન્યાય” શબ્દનો અર્થ અને આપઘાત પાછળનું સાચું કારણ શોધવા તપાસ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande