શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝાની પ્રેરણાથી સિદ્ધપુરના મહેતા પરિવારનું ચક્ષુદાન અને દેહદાન કાર્ય
મહેસાણા, 10 નવેમ્બર (હિ.સ.) માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા સિદ્ધપુરના વતની અને હાલ વલસાડમાં નિવાસી બાબુલાલ ભીખાલાલ મહેતા પરિવારએ ચક્ષુદાન તથા દેહદાન કરીને સમાજમાં પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. બાબુલાલ મહેતાની ધર્મપત્ની સ્વ. રંજનબેન મહેતાના અવસ
શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝાની પ્રેરણાથી સિદ્ધપુરના મહેતા પરિવારનું ચક્ષુદાન અને દેહદાન કાર્ય


મહેસાણા, 10 નવેમ્બર (હિ.સ.) માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા સિદ્ધપુરના વતની અને હાલ વલસાડમાં નિવાસી બાબુલાલ ભીખાલાલ મહેતા પરિવારએ ચક્ષુદાન તથા દેહદાન કરીને સમાજમાં પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. બાબુલાલ મહેતાની ધર્મપત્ની સ્વ. રંજનબેન મહેતાના અવસાન બાદ તેમના પરિવારજનો દ્વારા શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝાની પ્રેરણાથી આ માનવસેવાનું પુણ્ય કાર્ય કરવામાં આવ્યું હતું.

પરિવારજનોએ સ્વ. રંજનબેનના ચક્ષુ વલસાડ ચક્ષુ બેંકને અર્પણ કર્યા, જેથી બે વ્યક્તિઓને નવી દ્રષ્ટિ મળી શકે. સાથે જ દેહ વલસાડની આર.એમ.ડી. આયુર્વેદિક કોલેજને અર્પણ કરવામાં આવ્યો, જેનાથી ભવિષ્યના તબીબી વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઉપયોગ માટે મદદ મળશે.

આ પ્રસંગે મહેતા પરિવારના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે માનવ સેવા અને દાનની ભાવનાને સમર્પિત રીતે વ્યક્ત કરી હતી. શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા દ્વારા પ્રેરિત આ કાર્યે ફરી એકવાર સાબિત કર્યું કે ચક્ષુદાન અને દેહદાન જીવન પછી પણ માનવતાની સેવા કરવાનો સર્વોત્તમ માર્ગ છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande