ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં આનંદ અને આર્થિક સુરક્ષાની ભાવના
- મૂળી એપીએમસી ખાતે ઉત્તમ વ્યવસ્થા સાથે મગફળીની ખરીદી ચાલુ, ખેડૂતોએ ભાવને આવકાર્યો સુરેન્‍દ્રનગર, 10 નવેમ્બર (હિ.સ.) : મૂળી એપીએમસી ખાતે આજે ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ થતાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ
ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં આનંદ અને આર્થિક સુરક્ષાની ભાવના


- મૂળી એપીએમસી ખાતે ઉત્તમ વ્યવસ્થા સાથે મગફળીની ખરીદી ચાલુ, ખેડૂતોએ ભાવને આવકાર્યો

સુરેન્‍દ્રનગર, 10 નવેમ્બર (હિ.સ.) : મૂળી એપીએમસી ખાતે આજે ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ થતાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ આ ખરીદી વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાનો લેવાયેલો નિર્ણય ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મેળવવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યો છે. ખરીદી કેન્દ્ર પરની વ્યવસ્થા પણ સુચારુ રૂપે ચાલી રહી છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં આર્થિક સુરક્ષા અને સંતોષની ભાવના ફેલાઈ છે.

મુળી તાલુકાના કળમદ ગામના ખેડૂત ચૌહાણ અલ્પેશ અજીતભાઇએ સહર્ષ જણાવ્યું હતું કે, આજે હું મૂળી એપીએમસીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મગફળી લઈને આવ્યો છું. આ ખરીદી અત્યારે ચાલુ થઈ ગઈ છે અને અમે ખેડૂતો આ ભાવથી ખુશ છીએ. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી અને કૃષિ માટે રાહત પેકેજ જાહેર કર્યું એ ખૂબ જ આવકારવા દાયક વાત છે.

અન્ય એક સરા ગામના ખેડૂત સાગરભાઈએ વ્યવસ્થાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, આજે ટેકાના ભાવે એપીએમસી મૂળીમાં મગફળીની ખરીદી ચાલુ થઈ છે અને અમે આજે મગફળી લઈને આવ્યા છીએ. અહીંની વ્યવસ્થા બહુ સારી છે અને અમે આ ભાવથી ખુશ છીએ.

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મેળવવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યો છે. ખરીદી કેન્દ્ર પરની વ્યવસ્થા પણ સુચારુ રૂપે ચાલી રહી છે.

આ વ્યવસ્થાને કારણે સ્થાનિક ખેડૂતોમાં આર્થિક સુરક્ષા અને સંતોષની ભાવના ફેલાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારનો કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રૂ.10,000 કરોડનું કૃષિ રાહત-સહાય પેકેજ તથા રૂ.15,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. મગફળી પ્રતિ ખેડૂત 2500 કિલો ટેકાના ભાવે ખરીદી કરાઈ રહી છે.100 કિલોના રૂ.7263ના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande