મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
સોમનાથ 10 નવેમ્બર (હિ.સ.) ગુજરાત સહિત ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) મતદાર યાદી સુધારણા ઝુંબેશ મંગળવારથી શરૂ થઈ છે. મતદાર યાદી
કલેક્ટર  એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને


સોમનાથ 10 નવેમ્બર (હિ.સ.) ગુજરાત સહિત ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) મતદાર યાદી સુધારણા ઝુંબેશ મંગળવારથી શરૂ થઈ છે.

મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી.

કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ(SIR) ના ગણતરી ફોર્મનું વિતરણ ૧૦૦% પૂર્ણ થાય, મતદારોનુ ૨૦૦૨ની મતદારયાદી સાથે મેપિંગ વધુ ને વધુ થાય તે માટે અસરકારક પ્રયત્નો સહિતના મતદારયાદીમાં સુધારણાની ઝૂંબેશના અલગ અલગ તબક્કાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

વધુમાં મતદારોને આપવામાં આવેલા ગણતરી ફોર્મમાં તેમને મૂંઝવણ ઉભી થાય તો સત્વરે મુશ્કેલીઓ દૂર કરવા તથા સોશિયલ મીડિયાના અલગ-અલગ માધ્યમથી આ ઝૂંબેશને લગતી જાગૃતી આવે એવા પ્રયત્ન વેગવંતા બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સમિક્ષા બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જેમિની ગઢિયા સહિત મતદાન નોંધણી અધિકારી મદદનીશ મતદાર નોંધણી અધિકારીઑ તેમજ મતદારયાદીમાં જોડાયેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande