
સોમનાથ,10 નવેમ્બર (હિ.સ.) વેરાવળ એજ્યુકેશન સોસાયટી, વેરાવળ દ્વારા સંસ્થા ખાતે ભવ્ય સ્નેહ મિલન અને ચિંતન શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે નરસિંહ મહેતા યુનિ. જૂનાગઢના કુલપતિ પ્રો.ડો. પ્રતાપસિંહ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંસ્થાના ટ્રસ્ટીઓ અને આચાર્યોને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને શિક્ષણમાં ગુણવત્તા વધારવા અંગે મહત્વપૂર્ણ ચિંતન અને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડયું હતું. તેમની ઉપસ્થિતિથી સમગ્ર જિલ્લાની કોલેજો અને સંસ્થા પરિવારમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર થયો હતો. આ શિબિરમાં વેરાવળ એજ્યુકેશન સોસાયટી સહિત શિક્ષણમાં
કુલ 31 સંસ્થાઓના ટ્રસ્ટીઓ તેમજ આચાર્ય હાજર રહ્યા હતા સૌએ સાથે મળીને સંસ્થાના વિકાસ અને ભાવિ વ્યૂહરચનાઓ પર વિચાર-વિમર્શ કર્યો હતો. કાર્યક્રમનું ઉત્કૃષ્ટ અને પ્રભાવશાળી સંચાલન પ્રો.ડો.જીગર રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમણે આ શિબિરને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ